તાપી: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાપી દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે જિલ્લા કક્ષાએ જનરલ યુવક નેતૃત્વ અને યોગસન તાલીમ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જેમાં પ્રત્યેક જિલ્લાના યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર દરમ્યાન શિબિરાર્થી યુવાનોમાં નેતાગીરીના ગુણો કેળવાય. તેમની પ્રતિભા વિકસાવવા, આસપાસ બનતા બનાવો વિશે જાગૃતતા કેળવાય, યુવાનો કલ્યાણકારી પ્રવૃતિઓનું ચાલકબળ બને, રાષ્ટના વિકાસમાં મહત્વનું પ્રદાન કરે તે માટે યુવા સંસ્થાઓ સ્થાપવી, મજબુત કરવી વિકસાવવી અને તેનું લોકશાહી ઢબે સંચાલન કરવાની તાલીમ આપવાના હેતુથી પ્રતિ વર્ષ રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ તાલીમ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવે છે.
જિલ્લા માંથી કુલ ૩૦ યુવક – યુવતિઓની પસંદગી કરી, ૭-દિવસ માટે નિવાસી શિબિરનું આયોજન કરવાનું હોય, તા.૧૫-૦૬-૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમિયાન કામકાજના ચાલુ દીવસોમાં સાદા કાગળમાં નામ, સરનામું, મોબાઈલ નંબર જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન પાનવાડી, બ્લોક નં,૬ પ્રથમ માળ વ્યારા જિ.તાપી ખાતે જમાં કરવાના રહેશે. તા.૧૫-૦૬-૨૦૨૪ પછી આવનાર ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.