સુબીર: ગતરોજ સવારે GJ-15-Z-6882 નંબરની પીકઅપ સુબીર તાલુકાના ઘુબડીયા ગામના બાળકો રમતગમત બેસી કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા પીકઅપ પલટી મારી ગયાની ઘટના બની હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ પીકઅપના ડ્રાઇવરે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા પીકઅપ પલટી મારી ગઈ હતી. ઘુબડીયા ગામના બાળકો અને અન્ય લોકો મળીને 45 મુસાફરો સવાર હતા. જેમાંથી 20 વધુ લોકોને ઘણી ખરી ઈજાઓ થઇ હતી. જેને તાત્કાલિક ધોરણે આહવા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સ્થિતિ બહેતર હોવાનું કહેવાય છે.

જોવા જેવું એ બન્યું કે પીકઅપ ચાલક ઇજાગ્રસ્તોને ઘટના સ્થળે મુશ્કેલ સ્થિતિમાં મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્તોના પરિવારજનો અને આહવા-સુબીર પોલીસની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક આવી ગયા હતા.