નવસારી: ચીખલી તાલુકાના આલીપોર ગામ પાસે આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની ચાર ફાયર બ્રિગેડ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પોહંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
જુઓ વિડીઓ…
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આલીપોર ગામ પાસે આવેલી મયુર ફર્નિચરમાં આજે બપોરના સમયે ચાનક આગ ફાટી નીકળતા કંપની માં કામ કરતા કામદારો માં દોડધામ મચી ગઇ હતી. ઘટનાના પગલે ચાર ફાયર બ્રિગેડ ના ફાયર ફાઇટરો ઘટના સ્થળપર પોહચ્યા હતા અને ભારે જહેમત બાદ આગપર કાબુ મેળવ્યો હતો
ગણતરીની મિનિટોમાં જ ફર્નિચર કંપનીમાં લાગેલી આગ વિકરાળ બનતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને જીવ અધ્ધર થયા હતા. કંપનીમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનું અમલીકરણ કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી. જ્યારે નાયબ મામલતદારે કહ્યું હતું કે જો આ બનાવમાં કોઈની બેદરકારી જણાશે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરશે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)