કપરાડા: ગતરોજ કપરાડાના સુથારપાડા પાસે આવેલ પીપલસેત ગામ, મનાલા તેમજ કોઠાર ગામોમાં કેન્દ્રીય કોર સમિતિના આયોજકો મારફતે આંતરિયાળ ગામમાં ધો.10 અને ધો. 12 માં ઉર્તીણ થયેલા વિદ્યાર્થીઓનું (તારલાઓનું) સન્માન તેમજ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શનની સમજ અને સમાજ દ્વારા ગરીબ નિરાધાર અને જરૂરીયાતમંદવાળા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કેન્દ્રીય કોર મેમ્બર જે.બી. પવાર. ના વરદ હસ્તે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન પુરુ પાડવા માટે સવારે 9:30 કલાકે પ્રકૃતિની પૂજા પરંપરાગત રીતે કરી શરૂઆત કરવામાં આવેલ જેમાં પીપલસેત ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે સરપંચ અને કપરાડા ટીમ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમ દ્વારા કુલ-16 વિદ્યાર્થીઓને સન્માનિત કરી કેરીયર માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ જેમાં કપરાડાના મનાલા તેમજ કોઠાર ગામમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ કારકિર્દી માર્ગદર્શન માટે હોલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને તેઓને શૈક્ષણિક માર્ગદર્શન પુરૂ સમાજના અગ્રણીઓ દ્વારા પડાયું હતું.
આ ઉપરાંત કપરાડા કોઠાર ગામમાં ૦૨:૩૦ વાગ્યે આદીવાસી કુકણા સમાજની ટીમ પહોંચી ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામ જનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરીને કોઠાર ગામની આજુબાજુના ગામો નાનાપોંઢા, આમધા, કાજળી, ભંડાર કચ્છ, સુખાલા જેવાં ગામો માંથી તેજસ્વી વિદ્યાર્થી તારલા અને વાલિશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા
બાગુલ સાહેબે એમના વકતવ્યમાં કહ્યું કે પરીક્ષાના પરિણામનો ડર મનમાંથી કાઢી નાખવો જોઈએ. એવા અસંખ્ય લોકો જોવા મળશે કે જેઓ અનેક વખત નાપાસ થયા હોવા છતા અને ઓછા ટકા હોવા છતાં મહેનત કરી આગળ આવ્યા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ અનેક પ્રયત્નો પછી સફળ બની આજે ઉચ્ચ અધિકારી પદે છે.
ભુસાર સાહેબે કહ્યું હતું કે સરકારી શાળાઓનો દરેકે લાભ લેવો જોઇએ. હાઇસ્કુલ સુધીનો આભ્યાસ સરકારી શાળામાં કરીને ઉચ્ચ અભ્યાસ માટે જરૂર પડે ત્યારે ખર્ચ કરવો જોઈએ. શાળામાં પ્રવેશ બાબતે કોઇ પ્રશ્ન હોય તો ઉકેલની ખાતરી આપી હતી.
જયંતીભાઈ પવારે કહ્યું હતું કે આજે નોકરી મેળવવી બહુ અઘરી થઈ ગઈ છે. ટેકનીકલ કૌશલ્ય ધરાવતા માણસોને ઔદ્યોગિક વસાહતોમાં રોજગારીની તકો મળે છે. સ્વરોજગાર ની વિકલ્પ પણ વિચારવો જોઈએ. એમણે કહ્યું કે અમે સમાજનાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે નાનકડી સહાય લઇને આવ્યા છીએ. વિદ્યાર્થીઓ સારા પરિણામ લાવશે તો આવતા વર્ષે ફરીથી આવીશું.
ડાહ્યાભાઈ વાઢુએ સમાજના સાહિત્ય મૌખિક પરંપરાઓને કોક્યુમેન્ટ સ્વરૂપે તૈયારી થવા તેમજ નવયુવાનોના સમાજની પરંપરા અને રીત-રીવાજો મુજબ કાર્યો થાય તેવા પ્રયત્ન માટે આગ્રહ મૂકવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન જશવંતભાઈ ભીસરાએ કર્યું હતું.