રાજકોટ: હાલમાં જાણકારી મળી છે તે પ્રમાણે રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં એક નહીં જિંદગી બળીને ખાખ થયા છે. સિસ્ટમના ભ્રષ્ટાચારના કારણે લાગેલી આગમાં કોણ બળીને ખાખ થયું, કોણ ખોવાયું એ હજુ પણ પરિવારના લોકો રડતી આંખોએ શોધી રહ્યા છે.
મીડિયા રીપોર્ટ પ્રમાણે ગેમ ઝોનમાં રમવા અને મોજ કરવા ગયેલાઓની આંખોમાં આંસૂઓ સિવાય બીજું કઈ જ નથી જેણે આ આગમાં પોતાનું બાળક ગુમાવ્યું એ આક્રંદ વચ્ચે પણ જીવતા શોધવા મથી રહ્યા હતા. લાશો ઓળખાવાનું મુશ્કેલ બનતાં હવે ડીએનએ ટેસ્ટથી શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગેમ ઝોનમાં મજા માણવા ગયેલા માસૂમોની સિવિલમાં બળેલી લાશો જ લાશો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વજનોને શોધવા આમતેમ હાંફળાફાંફળા થઈને લોકો દોટ મૂકતા નજરે પડી રહ્યા છે કોઈ ઈમરર્જન્સી વોર્ડમાં તો કોઈ પીએમ રૂમ શોધતું નજરે પડતું હતું. સિવિલ હોસ્પિટલમાં લોકો એક જ આશયથી આવતા હતા કે પોતાનું કોઈ સ્વજન તો નથી ને ? આ ભયાનક દુ:ખદ માહોલ તમારી આંખોને ભીની કાર્ય વગર ન રાખી શકે..!

