નાનાપોઢાં: નંદીગ્રામ વલસાડ અને સાહિત્ય સેતુ વ્યારા દ્વારા આયોજિત સર્જનાત્મકતાના વિકાસ માટે લેખન કૌશલ્ય શિબિર નંદીગ્રામ વાકલ ખાતે યોજાઈ હતી. જેમાં સૌ પ્રથમ નંદિગ્રામ અમીબહેન પરીખ દ્વારા સંસ્થાનો પરિચય કરાવ્યો હતો.

Decision news ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ગઝલના છંદનું પ્રશિક્ષણ પૂર્ણિમા ભટ્ટ દ્વારા સરળ ભાષામાં છંદની સમજ આપવામાં આવી હતી.ટૂંકી વાર્તાની સ્વરૂપગત સમજ અને લખવા માટે પ્રાયોગિક કાર્ય ધર્મેશ ગાંધી દ્વારા સરળ અને આકર્ષક કઈ રીતે લખી શકાય તે માટે વિસ્તૃત માહિતી આપી હતી. બાળ સાહિત્યનું સર્જન મહેશ ઢીબર દ્વારા સમજ આપવામાં આવી હતી અને પૂરક લોકભાષા અને શિષ્ટ ભાષા જેવા વિવિધ વિષયો પર શિબિર યોજાઈ હતી.

આ દરમિયાન આશિષભાઈ શાહ ઉપપ્રમુખ સાહિત્ય સેતુ વ્યારા, પ્રા. ગીતા મકવાણા મંત્રી સાહિત્ય સેતુ વ્યારા અને નૈષધ મકવાણા પ્રમુખ સાહિત્ય સેતુ વ્યારાના ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દરેક સાહિત્ય રસિકો, સર્જકો, નવોદિત લેખકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે મણિલાલ ભૂંસારા જિલ્લા શિક્ષણાધિકારી, દારાસિંઘ વસાવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ મહાનુભવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે કવિ સંમેલન પણ યોજાયું હતું. જેમાં દરેકે પોતાની રચનાઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ પટેલએ કર્યું હતું.