ડાંગ: ‘માત્ર કાગળ પર જ દારૂબંધી’ની વાત એક વખત ફરી સાચી થઇ.. ગુજરાતના છેવાડે આવેલા જિલ્લા ડાંગમાં ખુલ્લેઆમ દારુ વેચાઈ રહયાની લોક્બુમ પડી રહી છે પણ પોલીસની મહેરબાનીથી ચાલતાં ડાંગમાં દારૂના અડ્ડાઓ કેમ બંધ થાય.. ત્યારે આ દારુની ‘લત’ નો આદિ બનેલા સચિનભાઈ અનેક વખત બીમાર પડયા અને આ વખતે તો એવા બીમાર થયા કે વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર હેઠળ જ મોત નીપજ્યું હતું.

Decision News સાથે વાત કરતાં ડાંગના જાગૃત લોકો કહે છે કે વહીવટીતંત્ર તંત્ર ઘોર બેદરકારી ના કારણે, હપ્તાખોર પોલીસે ડાંગના મુખ્ય મથક આહવા ખાતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતાં બુટલેગરોને છૂટ આપી રાખી છે અને ઝોમેટો અને સ્વિગીની જેમ બુટલેગરઓ હોમ ડીલેવરી દારૂ પોહચાડી દારૂનું વેચાણ કરે છે. બુટલેગરો પોલીસ ખાતામાં મોટો હપ્તો ચૂકવી દાદાગીરી કરીને લોકોમાં પોતાની ધોસ જમાવે છે અને પોલીસ અને LCB આખા આડા કાન કરીને હપ્તા લેવામાં વ્યસ્ત રહે છે.

હવે સવાલ એ છે કે શું એક યુવાનના મોત પછી વહીવટીતંત્ર નિદ્રામાંથી જાગશે ખરું ? પોલીસનું હપ્તાખોરી હજુ કેટલા યુવાનોના જીવ લેશે ? ડાંગમાં જો દારૂ વેચતા બુટલેગરોની અટકાયત કરવામાં આવે તો એને દારુ વેચવાની આઝાદી આપતા મોટા માથા ના નામ બહાર આવે એમ છે માટે પોલીસ કોઈ પગલાં નથી લેતું એવી લોકચર્ચા છે.