ભરૂચના જાણીતા વિરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈ એ આદિવાસી સમાજને નિન્મ કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજ ને નીચો દેખાડેલ છે. તે સબંધી કાનુની પગલા લેવા બાબતે ગતરોજ મનસુખ વસાવા દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ તાલુકા શહેર તથા જિલ્લાના તેની આસપાસ રહેતા આદિવાસી સમાજના આગેવાનોની વિનંતી છે કે તારીખ : ૧૯/૦૫/૨૦૨૪ ના રોજ સ્થાનીક ચેનલો ઉપર ગુજરાતી કાર્યક્રમમાં નરેશભાઈ તથા તેમના સાથી એન્કર બહેન તેઓએ રાજકિય વિશ્લેષણ કરતાં કરતાં આદિવાસી સમાજ માટે ખુબ જ નીન્મ કક્ષાની મજાક ભર્યા હાસ્ય સાથે આદિવાસી સમાજની ઠેકડી ઉડાડતા ઉડાડતા કહ્યુ કે “આદિવાસીઓને સાંજ પડેને દારૂ વગર ચાલતું નથી પીતા પણ હશે અને પીવડાવતા પણ હશે. જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે” આવા પ્રકારના આદિવાસી સમાજના માટે અપમાન જનક શબ્દ પ્રયોગ હસી કજાક કરી સમાજની મશ્કરી કરી સમાજને નીચો દેખાડયો છે. જેનાથી હજારો આદિવાસીઓને દુઃખ પહોચ્યુ છે.
ચુંટણીના પરિણામોની યોગ્ય ચર્ચામાં રાજકિય સાચા અને તટસ્થ અવલોકનો કરવાના બદલે આદિવાસી સમાજને અપમાનીત કરવાનો સ્પષ્ટ ઇરાદો નરેશભાઈ અને સાથી મેડમનો દેખાય આવે છે. આદિવાસી સમાજે પણ આઝાદી પછી તમામ ક્ષેત્રે ખુબ જ પ્રગતી કરી છે. શહેરોમાં નોકરી કરનારો વર્ગ પણ ખુબ સન્માન પુર્વકનું જીવન જીવે છે. અને જીવન નિર્વાહ કરે છે. શહેરકે ગામડાઓમાં આદિવાસી સમાજ ભકિતભાવ તરફ આગળ વધ્યો છે.
સ્વામી નારાયણ સંપ્રદાય, સતકૈવલ, સદગુરુ કબીર સાહેબની ભકિત, રામાનંદ, શિવ ઉપાસકો, ભાથજી સાંપ્રદાય આ બધા ભકિત માર્ગોમાં રહીઆદિવાસીઓ ખુબજ સુંદર અને સુખી જીવન જવી રહ્યા છે. અન્ય સમાજે પણ આત્મીય ભાવથી આદિવાસી સમાજને સ્વીકાર્યો છે, જેનો અમને આનંદ અને ગર્વ છે. કયાંક થોડા ઘણાં સમાજના લોકો વ્યસનોમાં મજબુરી વંશ રાપડાયા હશે, તેને પણ ઉપરોકત ધાર્મિક સંગઠનો તથા સરકારશ્રીની નીતી વિકારાના હરોળમાં લાવશે. પરંતુ પોતાની જાતને ખુબ મોટા માનનારા નરેશભાઈ જેવા આદિવાસી સમાજને આ રીતે દારૂ પીનારા, કાંદો રોટલો ખાનારા કહી જાહેરમાં મજાક કરી છે. તો તેઓની સામે કાનુની કાર્યવાહી કરવા અમારી અરજ છે.