ધરમપુર: આજરોજ વલસાડ ખાતે રેવન્યુ શીરપડતર જમીનની સાથણી ઝુંબેશથી કાયમી ધોરણે નામે કરવી આપવા બાબતે ધરમપુર તાલુકા ના 12 ગામોની 800 થી વધારે અરજદારો ની રજુઆત કલેક્ટરશ્રી વલસાડને સ્થાનિક આગેવાનો સાથે કરવામાં આવી હતી.

જુઓ વિડીઓ…

ધરમપુર તાલુકા અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે ધરમપુર તાલુકાના અવલખડી, તૂટરખેડ, ખપટીયા, સાતવાંકલ, સાંમરસીગી, સાદડવેરા, ઉપલપાડા, ઉલસપીડી, ભવથાણ જંગલ, નાની કોસબાડી, મોટી કોસબાડી, પૈખેડ જેવા ગામની 800 થી વધારે આ વિસ્તારના આદિવાસી ઓ આ જમીન પર વર્ષોથી હક અને કબ્જો અને ભોગવટો ધરાવે છે અને ખેડૂતો પાસે આ જમીન સિવાય પોતાની આજીવિકા માટે અન્ય કોઈ જમીન નથી જે બાબતની આજે વલસાડ કલેકટરને રજુવાત કરી છે.

આ રજુવાત પ્રસંગે કોસબાડી ગામના માજી સરપંચશ્રી ગુલાબ ભાઈ, અવલખડી માજી સરપંચશ્રી નર્મદભાઈ તાલુકા પંચાયત સભ્ય શ્રી કાળુંભાઈ, સામર સીગી ગામના સામાજિક આગેવાન સોમાભાઈ, સાતવાકલ ગામના આગેવાન નથુભાઈ, નાની કોસબાડી ગામના આગેવાન આનંદભાઈ પાડવી જેવા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.