ડેડિયાપાડા: ગતરોજ ડેડીયાપાડા તાલુકાનાં કનબુડી ગામમાં ઝેરી દવા પી સારવાર દરમિયાન મોતને ભેટેલ મહિલાનાં પિતાએ જમાઈ એ આપઘાત માટે મજબૂર કરી હોવાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે
Decision News ને મળતી માહિતી અનુસાર પરસોત્તમ હીરા વસાવા, રહે. સોલીયા મંદિર ફળીયુ તા. ડેડીયાપાડા જી. નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમની દીકરી હેતલ, પરસોત્તમ હીરા વસાવા અને નરેન્દ્ર ગોપાળ વસાવાની પતી રહે. કનબુડી તા. ડેડીયાપાડા જી. નર્મદા નાને પતિ નરેન્દ્ર એ તુ શું અહીયા બેઠી બેઠી ખાયા કરે છે. જા તારા માતા પિતાનાં ઘરે જતી રે, મારે તને રાખીવી નહી મારે લગ્ન પણ નહી કરવા મરનાર દીકરીનાં પરિવારજનો નાં જણાવ્યા મુજબ તેમની દીકરી હેતલ ના હજુ લગ્ન થયા ન હતા ખાલી રિલેશનશિપ જેવું હતું અને હેતલ સાસરી માં આવ જાવ કરતી હતી સામા પક્ષ વાળા આવતા વર્ષે લગ્ન કરીશું તેવું કહેતા હતા પરંતુ લગ્ન થયા નહિ, ત્યારબાદ હાલમાં રિલેશનશિપમાં રાખનાર યુવાને ત્રાસ આપતા હેતલે ઝેરી દવા પીધી કે કોઈકે પીવડાવી પણ તેમાં હેતલનું મોત થયું.
જોકે મારનાર હેતલના પિતાએ આપેલી ફરિયાદ મુજબ પોલીસે નરેન્દ્રભાઇ વસાવાનાં પત્ની તરીકે હેતલબેનનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. રાખવી નથી તેમ કહી બોલાચાલી કરી પત્નીને માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતાં પત્ની આખરે કંટાળી જતાં મરવા માટે મજબુર થઈ તેણે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજતાં ડેડીયાપાડા પોલીસે પતિ નરેન્દ્ર વસાવા સામે ગુનો દાખલ કર્યો છે.

