છોટાઉદેપુર: આજરોજ છોટાઉદેપુર તાલુકાના દડી ગામે એક વૃદ્ધ અને બાળકી ઉપર રીંછે હુમલો કર્યો હતો રંગપુર રેન્જમાં આવેલ દડી ગામે આજે વહેલી સવારે રીંછે બે વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો.

જુઓ વિડીયો…

Decision News ને મળેલી માહિતી મુજબ નવ વર્ષની શર્મિલા રાઠવા અને 63 વર્ષના સમાયડા ભાઈ ઉપર વહેલી સવારે રીંછે હુમલો કર્યો. પ્રાથમિક તારણમાં રીંછ પાણીની શોધમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. વૃદ્ધ અને બાળકી હાલ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બાળકીને જમણા સાથળના ભાગે ઇજાઓ પહોંચી છે. વૃદ્ધને છાતીના ભાગે ઇજાઓ પહોંચી છે. રીછ હુમલો કર્યા બાદ કુવામાં પડ્યો હતો. કૂવામાંથી વન વિભાગની ટીમો દ્વારા રેસક્યુ કરતા નાસી છૂટ્યો હતો. હાલ દડી ગામની કોતર તરફની ઝાડીઓ માં છુપાયો છે. વન વિભાગની ટીમો સ્થળ ઉપર તૈનાત છે. રીંછને પકડી પાડી જંગલો તરફ છોડવામાં આવશેનું સૂત્રોએ જણાવ્યું છે.