તાપી: વર્તમાન સમયમાં તાપી જિલ્લાનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે નગરપાલિકાનો આરોગ્ય વિભાગ નિષ્ક્રિયતાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, નિઝર અને ડોલવણના મુખ્ય મથક ખાતેના બજારોમાં હાલના દિવસોમાં કેમિકલથી પકાવેલી બિન આરોગ્યપ્રદ કેરી, તરબૂચ અને કેળાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.
તાપી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, નગરપાલિકાનું આરોગ્ય વિભાગ ગંભીરતાથી કામ કરતો ન હોવાથી બજારોમાં બિનઆરોગ્યપ્રદ ખાવાની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે તાપી જિલ્લાના બજારોમાં મોટી માત્રામાં પાકેલી કેરીનું વેચાણ થઈ રહ્યું છે. તેમાં 70 ટકા પાકી કેરી કાર્બાઈડ કે ઈથેલીન ગેસથી કૃત્રિમ રીતે પકવીને વેચવામાં આવી રહી છે. કાચી કેરીને વહેલી પકવી તેને ઊંચા ભાવે વેચી નફો રળવા માટે કેમિકલથી કેરીઓ પકાવવામાં આવી રહી છે. કેમિકલથી પકાવેલી કેરીના જ્યુસનું પણ ખુલ્લેઆમ વેચાણ થઈ જ્યુસમાં મેંગો એસેન્સ રહ્યું છે. આવતું હોવાથી આવું જ્યુસ પીનારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. બજારોમાં હાલ તરબૂચનું વેચાણ સ્ટોલ પણ મોટા પ્રમાણમાં લાગેલા છે. હાટબજારોમાં પણ તરબૂચનું વેચાણ થઈ રહ્યું છે. આ તરબૂચ પણ ડાય અને ઓક્સિટોસીનના ઈન્જેક્શન વેચાણ થતુ હોવાની પૂરેપૂરી શક્યતા છે. મોટા ભાગના તરબૂચ વધુ પડતા લાલ મીઠાશવાળા હોય છે ખરા પરંતુ ખાતાસમયે કેમિકલની ગંધ આવે છે.
આ ઉપરાંત જિલ્લાના બજારોમાં વર્ષોથી બારેમાસ કેમિકલથી પકવેલા કેળાનું પણ વેચાણ થઈ રહ્યું છે. જિલ્લા અને તાલુકાના મુખ્ય મથકો ખાતે કેમિકલથી કેળા પકાવવા ગોડાઉનો કાર્યરત છે. તે સ્થળે પણ જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે નગરપાલિકાનો આરોગ્ય વિભાગ દરોડા પાડતો નથી. ખેતીમાં છોડને મોટો કરવા વપરાતા ફૂટ હોર્મોન કે જે એક પ્રકારનું જંતુનાશક પણ છે તેનું પ્રવાહી બનાવી તેમાં કેળા, કેરી કે તરબૂચ પર પડ ચડવામાં આવી રહ્યાં છે. આ રીતે કેમિકલનો ઉપયોગ કરી કૃત્રિમ રીતે પકવેલા ફળોથી લોકોને કેન્સર જેવી ગંભીર બીમારી થવાની પુરેપૂરી શક્યતા છે.