ધરમપુર: આજરોજ રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્ય અને માન મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત વિધાર્થીઓને જાતિના દાખલા કાઢવા મુશ્કેલી પડતી હોય જેથી વિધાર્થીઓને ભણતર માટે જુના નિયમ મુજબ દાખલો કાઢી આપવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ હાલમાં જાતિ અંગેનો દાખલો મેળવવા માટે અનેક પુરાવાઓ માંગવામાં આવી રહ્યા છે અને આ જાતિનો દાખલો કાઢવા માટે પોતાની રોજગારી છોડીને આ પુરાવાઓ ભેગા કરવા માટે સમય અને પૈસા બગાડી રહ્યા છે તો અમારા આદિવાસી લોકો રોજ મજૂરી કરીને જીવવા વાળા છીએ. રોજ દાખલ માટે દોડવુ પડે છે તો એમના ઘરનો ચૂલો કઈ રીતે સળગે છે. જેથી આદિવાસી સમાજમાં રોષની લાગણી ઉભી થઇ રહી છે જ્યારે અગત્યના કામે દાખલો જોઈતો હોય ત્યારે ક્યાં જવું જેથી તમામ આદિવાસી સામાજના વિધાર્થીઓ ખુબ જ હેરાન પરેશાન થઈ ગયા છે.

કલ્પેશ પટેલ કહે છે કે મારી માંગણી અને લાગણી છે કે જુના નિયમ મુજબ સરપંચશ્રીનો જાતિનો દાખલો, લિવિંગસર્ટિ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો જેવા પુરાવા રજૂ કરી વિધાર્થીઓને અભ્યાસ માટે જાતિનો દાખલો કાઢી આપવામાં આવે એવી રજુઆત કરવામાં આવી છે.