ધરમપુર: ગતરોજ ધરમપુરમાં નર્સિંગ GNM ડીપ્લોમા, વાંસદા તાલુકા ખડકાળામાં સુર્યા સ્કૂલ ઓફ નર્સિંગ કર્ણાટક અને શ્રીજી ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ કોલેજ ખડકાળાના વિધાર્થીઓનો ડોક્યુમેન્ટ ન આપવાનો વિવાદ સામે આવ્યો છે.

ધરમપુરના આદિવાસી નેતા કમલેશ પટેલ જણાવે છે કે વાંસદા, ધરમપુર અને કપરાડા જેવા તાલુકાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ ત્રણ વર્ષનો નર્સિંગ કોર્સ કરી રહ્યા હતા ત્યારે GNM કોર્સ કરાવતી ધરમપુરમાં નર્સિંગ GNM ડીપ્લોમા, વાંસદા તાલુકા ખડકાળામાં સુર્યા સ્કૂલ ઓફ નર્સિંગ કર્ણાટક અને શ્રીજી ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ કોલેજ ખડકાળાના વિધાર્થીઓને કર્ણાટકમાં પરીક્ષા આપવા લઈ જતા હતા તેમાં તમામ વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી નાપાસ થયા હતા ત્યાર પછી વિદ્યાર્થીઓએ એમ કહ્યું હતું કે અમે બે વર્ષ થઈ ગયા તેમ છતાં અમે નર્સિંગ કોર્સમાં પાસ થયા નથી જેના કારણે અમારા અસલ ડોક્યુમેન્ટ પરત આપી દેજો એવી રજૂઆત કરવામાં આવી હતી. પણ સંચાલક અતુલકુમાર બ્રહ્મભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ફી અમારી ભરી જાવ પછી તમારા ઓરીજનલ ડોક્યુમેન્ટ તમને મળી જશે. કુલ ફ્રી 60,000 થી તેમાંથી ₹30,000 ભરવાના અને 30,000 પછીથી આપવાના ત્યારે તમારા ડોક્યુમેન્ટ મળશે એમ કહ્યું. લગભગ 10 જેવા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અટવાયા છે.

કપરાડાના આદિવાસી નેતા અને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ જયેન્દ્રભાઈ ગાવિત પણ વિધાર્થીઓની રજુવાત વેળાએ ત્યાં હાજર રહ્યા હતા. અને સંચાલકને ચીમકી આપી છે કે અમારા વિસ્તારના વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ છે તે પરત આપી દેજો નહીં તો અમે કાયદેસરની કાર્યવાહી કરી અને કાયદેસર લડી લઈશું.