નર્મદા: મૂળ અમરેલીના અને સુરતમાં રહેતા 8 પ્રવાસીમાં ત્રણ નાનાં બાળકો સાથે પોઇચા ફરવા આવ્યા અને નદીમાં નાહવા પડતાં તેઓ પાણીમાં ગરકાવ થઇ ગયાની ઘટના બનવા પામી હતી. એવું જાણવા મળ્યું છે કે સ્થાનિક લોકોએ એકને મરતા બચાવ્યો હતો.

Decision news ને મળેલી માહિતી મુજબ અમરેલી જિલ્લાના મૂળ વતનીઓ પ્રવાસી બની 8 જણ તેમાંથી ૩ નાના બાળકો પોઈચા આવ્યા હતા તેઓ બધા જ નદીમાં ન્હાવા પડતાં તેઓ બધા જ ડૂબી ગયા હતા. જેમાંથી સ્થાનિક લોકોએ એક ને બચાવ્યા હતા. પણ 7 જણ મળ્યા ન હતા તેની શોધખોળ કરવામાં આવી હતી. NDRF, સ્થાનિક નાવિકો અને વડોદરા ફાયર ટીમ કામે લાગતાં એક મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં નર્મદા નદીમાં નેટ નાખી પણ કોઈ મળ્યું ન હતું. આજે સવારે 8 વાગ્યાના તમામ ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. હજુ 6 મૃતદેહને શોધવામાં આવી રહ્યા છે.