વાંસદા: ભારે વાવાઝોડા સાથે આવેલા વરસાદ નવસારી-વલસાડ જિલ્લાના તાલુકામાં વિવિધ તારાજી સર્જી ગયો હતો ત્યારે વાંસદાના મીંઢાબારી ગામમાં ઘણાં આદિવાસી લોકોના કાચા મકાનોના છાપરા ઉડી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ભારે પવન સાથે વાંસદા તાલુકાના કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો તેમાં મીંઢાબારી ગામમાં 15 જેટલા કાચા મકાનોની છતના પતરા પવનમાં ઉડી ગયા હતા. આ સમયે પરિવારના લોકોએ તાત્કાલિક ધોરણે ઘરની બહાર નીકળી જતાં તેઓ બચી ગયા હતા, પણ ઘરોને ભારે નુકશાન થયું હતું.
હવામાન વિભાગ દ્વારા નવસારી-વલસાડ જેવા જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ હતી. ત્યારે આ આગાહી સાચી સાબિત થઇ હતી. આ છત વગરના ઘરોમાં પશુઓ, અનાજને નુકસાન થયું હોવાનું લોકો જણાવી રહ્યા છે . હવે તેમની મદદે કોણ આવે છે એ જોવું રહ્યું હતું.

