દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં આજથી છ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગાજવીજ સાથે વરસાદ પડશે, ઉપરાંત વરસાદ પહેલાં કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન પણ જોવા મળી શકે છે. હાલ થનારા વરસાદને ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે. જૂન મહિનાની પ્રથમ તારીખ બાદ થતાં વરસાદને યોમાસાનો વરસાદ ગણવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લાઓમાં પડશે વરસાદ ?

11 અને 12 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી તથા વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.હવામાન વિભાગ મુજબ 13 મેના રોજ ઉપરોક્ત જિલ્લાઓની સાથે સુરત, ભરૂચ, જિલ્લાના વિસ્તારોમાં પણ હવામાન પલટાશે અને વરસાદ પડશે. 14 અને 15મેના દક્ષિણ ગુજરાત સૌથી વધારે વરસાદી ગતિવિધિઓ જોવા મળશે. વરસાદ સાથે પવન અને ગાજવીજ હશે? ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે પરંતુ દક્ષિણ વરસાદ સાથે પવન અને ગાજવીજ હશે?

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે વરસાદની સાથેસાથે ગાજવીજ પણ જોવા મળશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે જે આગાહી કરી છે તે પ્રમાણે તેમણે જે જિલ્લામાં વરસાદની શક્યતા છે ત્યાં હળવી ગર્જનાની સંભાવના દર્શાવી છે.