ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના ડેપ્યુટી કલેકટર સાહેબ શ્રી દ્વારા અંતરિયાળ વિસ્તારમાં ખોબા આશ્રમની મુલાકાત લઇ આશ્રમમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી ટ્રસ્ટ દ્વારા સરકારી શાળામાં જે વ્યવસ્થા અપાઈ છે તે જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના ડેપ્યુટી કલેકટર સાહેબ શ્રી દ્વારા અંતરિયાળ વિસ્તારમાં ખોબા આશ્રમની મુલાકાત કરી જેમાં આશ્રમમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી ટ્રસ્ટ દ્વારા સરકારી શાળામાં જે વ્યવસ્થા જોઈ હતી. આદિવાસી વિસ્તારોમાં ટ્રસ્ટ દ્વારા સરકારી શાળાને ત્રણ શિક્ષકો તેમજ 4 ઓરડાનું બાંધકામ કરી આપવામાં આવ્યું છે.
આગામી સમય માં કોમ્પ્યુટર લેબ અને બે વધારાના શિક્ષકો સરકારી શાળામાં મૂકવામાં આવશે તેમજ શાળામાં ચાલતા મધ્યાન ભોજનમાં પણ ખૂટતી વસ્તુઓ આપવામાં આવશે જેથી બાળકોને રોટલી શાક દાળ ભાત ફુલ ડીસ પોષણયુક્ત આહાર મળી રહે