વ્યારા: હું રોમેલ સુતરિયા જેમની પાસેથી જ જંગલ જમીનનો જ શીખ્યો તેવા જુના સાથી મિત્રો સાથે ગતરોજ મુલાકાત કરી. તાપી, સુરત , નર્મદા જીલ્લામાં જંગલ જમીન ખેડતા આદિવાસી પરિવારોની પરિસ્થિતિ સમજવાનો તેમજ તેમનો રાજકીય મુડ શું છે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

* 90,000 જેટલા પરિવારો ગુજરાતમાં જંગલ જમીન અધિકાર મુદ્દે 25 વર્ષથી ન્યાય ઝંખે છે તેમના ગામોમાં રોડ નથી , નેટવર્ક નથી શું માત્ર સત્તા પક્ષ જવાબદાર કે આ આપણી સામુહિક નીષ્ફળતા છે?

* વિપક્ષોને ક્ષત્રિયોની નારાજગી દેખાય છે આદિવાસીઓની નહીં શા કેમ લાખો નારાજ આદિવાસી પરિવારો છાપાઓ અને ટીવી મિડિયામાં મુખ્ય સમાચાર થી દુર છે? – વિચાર્યુ છે ?

રોમેલ સુતરિયા જણાવે છે કે જે ગામમાં મુલાકાતે બેઠા તે નર્મદા જીલ્લાનું એક ગામ પણ ગામનાં કમસેકમ 5 કિ.મી. ના અંતરમાં તમને ફોનમાં સામાન્ય નેટવર્ક 1% પણ મળશે નહીં. જંગલ જમીન અધિકાર કાયદો 2005/6 અંતર્ગત ખેતી કરતા પરિવારો મજબુત બનવાની જગ્યાએ હેરાન પરેશાન થઈ ચુક્યા છે.લડતથી ઘણાં થાકી ચુક્યા છે બોલવામાં લડવાની હિમ્મત છે પણ આંખોમાં 20 વર્ષના સંઘર્ષનો ક્યાંક થાક છે.આટલા વર્ષો ન્યાયિક કાર્યવાહી પછી કેસ જીતી શનદ મેળવ્યા બાદ પણ વન અધિકારીઓ ખેતી ના કરવા દેતા હોય કે બાપ દાદાની કબ્જાવાળી દાવા કરતા ખુબ જ ઓછી જમીનો મંજુર કરી હોય.રાજકીય પક્ષો અને સામાજીક આગેવાનો માટે પણ 20 વર્ષ જુનો અને આદિવાસી સમાજનો પાયાનો પ્રશ્ન મધ્યમવર્ગીય શહેરી નેત્રુત્વ વચ્ચે માત્ર ભાષણો અને નારાઓમાં જ ગુંજતો જોવા મળે છે.

રાજકીય રીતે વિપક્ષ નિશ્ચિંત રહેતો હોય છે કે આ તો અમારા જ વોટ છે. સત્તાપક્ષ માની બેસે છે આ અમને મત આપશે જ નહીં. આવા 90,000 જેટલા પરિવારો ગુજરાતમાં જંગલ જમીન અધિકાર મુદ્દે ૨૫ વર્ષથી ન્યાય ઝંખે છે.

બની શકે નવી પેઢીના જંગલ જમીન અધિકાર કાર્યકર્તાઓ સામે વધું વિકલ્પ ખુલે પણ સંઘર્ષના કપરા ચઢાણ હજુ બાકી છે. 70,000 હેક્ટરમાં માંડવીથી બનનાર અભ્યારણ્ય માટે ગામ લોકો કહે છે તેમ વિવિધ જાનવરો વન વિભાગ ટ્રકોવાળા પિંજરામાં લાવી અહીં છોડી રહ્યા છે. અભ્યારણ્ય ની દુરોગામી અસરો જંગલ જમીન ખેડતા પરિવારો ઉપર શું પડશે તે વિશે રાજકીય પક્ષો અને નેતાઓ અજાણ છે કારણ આ દિશામાં તે આદિવાસી પરિવારો ખુબ જ ચિંતિત છે.ચૈતર વસાવા પાસે નર્મદાનાં ઘણા ગામો આશા કરે છે પણ આંશિક દુ:ખ પણ વ્યક્ત કરે છે કે ચૈતરભાઈ પણ અભ્યરણ્ય સામે હજુ કશું બોલ્યા નથી.

અંતે કહીશ જે પરિવારો વચ્ચે આદિવાસીયત , માનવતા , સમુહજીવન , જીવદયા , આંદોલનના પાઠ શીખ્યો તે પરિવારોની પરિસ્થિતિ જોઈ દુ:ખ થાય છે કે રાજકીય આંટાઘુટીમાં અને નેતાઓની અંગત હોડમાં આ પરિવારો ૨૦૦૫ માં બનેલા કાયદાના અમલીકરણથી આજે પણ વંચિત તો છે જ પરંતુ 2024 ની લોકસભા ચુટણી ટાણે સરકારની હિંમત જુઓ 90,000 જેટલા પરિવારોને જંગલ જમીન ખેડવા માટે આપવાની થતી કાયદેસરની માન્યતાની વાત છોડો જંગલમાંથી અભ્યારણ્યના નામે આદિવાસીઓને ખદેડવાનો કારસો રચાય છે? , કાયદેસર માન્યતા પ્રાપ્ત પરિવારો ખેતી કરી શકતા નથી ઘણા વિસ્તારોમા , છતાં આટલો મોટો વિષય ચર્ચાનો વિષય નથી રાજકીય પક્ષો અને ખાસ મિડિયા માટે…!

આદિવાસી તમારી ભાષા વાંચી કે બોલી નથી શકતો પણ કમજોર નથી તે મજબુત અવાજ સાથે કહેવાનો સમય પાકી ગયો છે. નવી પેઢીના જંગલ જમીન અધિકાર કાર્યકર્તાઓએ લડતનું સુકાન પોતાના હાથોમાં લેવાનો સમય છે. સત્તાના મોહમાં રાચતા રાજકીય પક્ષો જેટલું પ્રાધાન્ય ક્ષત્રિય મુદ્દે આપી રહ્યા છે તેમને કહેવાનું આ પરિવારો લદાયો થી નારાજ છે સત્તાથી તેમની સાથે પણ ઉભા રહો. ખાલી વાતો નહીં નક્કર પરિણામલક્ષી કામ કરો તેટલું આ આદિવાસી પરિવારો ઈચ્છે છે.