વ્યારા: સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સામે લડી શકે તેવો એક પણ પક્ષ બચ્યો નથી. જેની સીધી અસર ફરી 2024 લોકસભા ચુંટણીમાં જોવા મળશે. મોટાભાગની જે બેઠક ઉપર ઉમેદવારો ઉભા છે તેમને ટિકિટ વહેંચણીમાં કોગ્રેસે ભયંકર નીષ્કાળજી દાખવી છે.
રોમેલ સુતરિયા જણાવે છે કે મારા નજર સામે ઉદાહરણ છે વિપક્ષના ઘણા એવા ઉમેદવારો છે જે ગ્રાઉંડ ઉપર ભલે ફોર્મ પાછું ના ખેંચ્યું હોય ભાજપની ટીમમાંથી જ ચુંટણી લડી રહ્યા છે.કારણ તેમને પ્રજાના પ્રશ્નો કે ખુદ રાહુલ ગાંધી જે વિષયો ઉપર વાત કરે છે તેઓ તેનાથી વિપરીત સમજ ધરાવે છે.
ગતરોજ બારડોલી લોકસભાના વ્યારા, તાપી ખાતે આવેલા શંકર ફળિયામાં બેઘર પરિવારોની મુલાકાત કરી ત્યારે વાત સ્પષ્ટ સમજાય ગય હતી કેમ કે સત્તા પક્ષ તો છોડો વિપક્ષનો ઉમેદવાર બેઘર પરિવારો વચ્ચે ચુંટણીનો પ્રચાર સુદ્ધા કરવા આવ્યા નથી. ઉમેદવારનું મકાન આ ડિમોલેશન વાળા (સ્થળ) ફળિયાથી અંદાજે ૧૦૦ ફુટ દુર હશે.
માટે કહીશ પ્રજા કમર કશી લે તમે જ ગુજરાતનો વિપક્ષ છો બાકી સુરત જેવું બધે ના થાય તો પણ તેમ સમજો કે ઘી તેમની બધાની થાળીમાં જ ઢોળાવાનું છે. એક પણ ઉમેદવારને કશું નુકશાન નથી પરંતુ તમે તમારી હિંમત મજબુત રાખજો પરિણામ જે પણ આવે લડતા રહેવાનું છે , નિરાશ થતા નહીં.
યુવાનો સાભળજો કોઈ પણ આર્થિક સક્ષમ નેતા તમને રેલી , પ્રચાર પ્રસાર માટે પૈસા આપશે મઝા કરાવશે પણ તમારી ફી કોઈ નહીં ભરે માટે ધ્યાન રાખજો અને રાજકીય મજુર બનવાનું બંદ કરી દેજો.
બની શકે આવી જ સ્થિતિ રહી તો બારડોલી લોકસભા સુરત પછી ભાજપ જ્યાં સહુથી વધુ મતોથી જીતે તેવી લોકસભા બનીને રહી જશે અને માટે જ અફસોસ સાથે કહું છું ગુજરાતની પ્રજાએ પોતાનો વિકલ્પ જન આંદોલનોને જ બનાવવો પડશે અને તેનાથી જ ગુજરાતમાં રાજકીય પરિવર્તન જોવા મળશે…
બની શકે તમે અસહમત હો મારી વાત સાથે તો તમે સ્વતંત્ર છો પરંતુ બેફાલતું ચર્ચામાં સમય બગાડ્યા સિવાય ગુજરાતની પ્રજાના , દેશના નાગરિકોના મોંઘવારી , બેરોજગારી , સ્વાસ્થ્ય , શિક્ષણ જેવા ગંભીર મુદ્દા તેમજ બારડોલીના લોકસભાના સ્થાનિક વિષયો શંકર ફળિયાના બેઘર પરિવારો માટે , સુગર ફેક્ટરીના પિડિત આદિવાસી ખેડુતો માટે , પોન્ઝી ચિટફંડના પિડિતો માટે , જંગલ જમીન ખેડતાં આદિવાસીઓ માટે , વિસ્થાપિત થતા આદિવાસીઓ માટે , પર્યાવરણ બચાવવા માટે કયો ઉમેદવાર શું કરવા માંગે છે તે કહેજો , સત્તા પક્ષ કશું ના કરે પણ વિપક્ષ પણ કશું ના બોલે તો ચાલે નહી.