ચીખલી: હાલમાં જ્યાં જોવો ત્યા બેકરીને લગતી વસ્તુઓ નુ ધૂમ વેચાણ ચાલે છે અને વેપારીઓ પણ ખિસ્સા ભરવાની લાલચોમાં બે ફામ ગમે એવી સ્વાથ્ય ને નુકસાન કરે એવી એક્સપારી ડેટ વાળી ચીજ વસ્તુ નુ વેચાણ કરે છે પછી એ ભલે ને લોકોના જીવ જોખમાઈ રહ્યા છે.
જુઓ વિડીઓ…
એવી જ રીતે નવસારીના ચીખલી ખાતે લા પીનોઝ પીઝામાં એક ગ્રાહકને છેતરપિંડી કરી વાસી અને ફૂગ વાળી કેક ગ્રાહક ને આપી ગ્રાહકે કેક લીધાની સાથે તરત કેક નુ બોક્સ ખોલતા કેકમાં ફૂગ જોવામળી ત્યાર બાદ ગ્રાહકે તરત લા પિનોઝ પિઝામાં કરી રજુઆત ત્યારે લા પિનોઝ પીઝાના કર્મચારીએ ભૂલથી કેક આપી હોવાનું ગ્રાહક ને જણાવ્યું જે ગ્રાહકે કેક લીધી હતી એ ગ્રાહકે તરત બોક્સ માં પેક કરેલી ફૂગ વાળી કેક નુ બોક્સ ખોલતા ફૂગ વાળી કેક પેક કરેલી ત્યાં સુધી નો વીડિયો પોતાના ફોન ના કેમેરામાં લીધો અને ત્યારબાદ વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતો.
હવે આ જે બેદકારી દાખવી ગ્રાહકની સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર લા પિનોઝ પિઝા માં પડેલી દરેક ચીજ વસ્તુ ની ચકાસણી થવી જરૂરી બન્યું છે શું ડ્રગ્સ એન્ડ ફ્રુડ ના અધિકારીઓ લા પિનોઝ પિઝા માં વેચાણ અર્થે રાખેલ ચીજ વસ્તુ ઓ નું ચેકીંગ હાથ ધરશે કે કેમ અને એના માલિક પર યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું

