કેવડીયા: ગુજરાતમાં દારૂબંદી માત્ર હવે કાગળ પર જ રહી જ્ઞાન વખતો વખત કિસ્સાઓ સામે આવતાં જ રહે છે ત્યારે આ વખતે કેવડિયામાં પોલીસ કોન્સ્ટેબલ જ દારૂનું દૂષણ વધારવા ધંધો શરૂ કરાવવા દબાણ કરતો અને લાંચ લઇ ફરાર થઇ ગયાની ઘટના બહાર આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કેવડીયા કોલોની નજીક એક શખ્સ તેના મિત્ર સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હતાં. પરંતુ છેલ્લા પાંચેક માસથી બંને દારૂનો ધંધો બંધ કરી દીધી હોવા છતા બંને મીત્રને સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) સલામતી પોલીસ સ્ટેશનના કર્મચારી રાકેશભાઇ સુખીરામ શર્મા દારૂના કેસમાં નામ નહી ખોલવા માટે અવાર-નવાર હેરાન કરી તેમજ દારૂનો ધંધો ફરીથી ચાલુ કરાવવા માટે રૂ.25,000/- ની માંગણી કરેલ જે પૈકી રૂ,15,000/- હોળી પહેલા આપવા જણાવતા હતા
પરંતુ દારૂનો ધંધો ન શરૂ કરવા અને વારંવાર હેરાન કરતા હોવાથી તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોય, જેથી લાચ અને રિશ્વત વિભાગ 1064નો સંપર્ક કરતા ફરીયાદ આધારે કેવડીયા નજીક ગોરા ગામ ત્રણ રસ્તાથી નવા બ્રીજ તરફ જતા બ્રીજના છેડાની ડાબી સાઇડે એસીબી દ્વારા છટકું ગોઠવતાં પોલીસ કોન્સ્ટેબલ રાકેશ શર્મા લાંચ પેટે રૂ।.15,000/- સ્વિકાર્યા હતા પરંતુ તેઓને અધિકારીઓ હોવાની જાણ થતાં જ લાંચીઓ અધિકારી 15000 ₹ ની લાંચના નાણા લઈ ફરાર થઈ ગયો હતો. જેની ધરપકડ માટે તપાસ શરૂ છે.

