નર્મદા: પાણી એ માનવજાતની એવી આવશ્યક જરૂરિયાત છે, જે વિજ્ઞાનિકો લેબમાં બનાવી શકતા નથી. એ કુદરતની અમૂલ્ય ભેટ છે પરંતુ અમૂલ્ય ભેટને સાચવી રાખનાર સરદાર સરોવરથી થોડે દૂર આવેલ માથાસા ગામમાં આજે પણ પાણી માટે દૂર દૂર ભટકવું પડે છે, આ માત્ર માથાસર ગામની સમસ્યા નથી ગુજરાતના ઘણા આદિવાસી વિસ્તારો એવા છે જ્યાં દર વર્ષે ઉનાળામાં પાણીની તીવ્ર તંગી ઊભી થતી રહે છે એ તંગી ઊભી ન થાય તે માટે સરકાર જળ સંચય માટે ઘણા પ્રોજેકટ અંતર્ગત કામ કરી રહી છે, ત્યારે એ પ્રોજેકટ કેટલા અંશે સફર થાય છે.? એવા સવાલો ઊભા થાય પરંતુ પ્રજા જ્યારે મૌન ધારણ કરી લે ત્યારે આવી યોજનાઓનું બાળમરણ થાય છે, અને કાગળ પર જ મૃત પામે છે.

આવું જ કંઈ થયું છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ માથાસર ગામ ઉપલું ફળિયુના લોકો પાણી માટે લગાવી રહ્યા છે સરકાર ને ગુહાર કારણે કે ઉનાળાની શરૂઆત થઈ નથી અને લોકો વેરી ખોદીને પાણી લાવવા માટે મજબૂર બન્યા છે. આ ગામ નથી પહોંચી સરકારની નલ સે જલ યોજનાં જનો રાજ્ય સરકારનો દાવો છે કે ૧૦૦ ટકા લોકોને ઘરે નળથી પાણી મળી રહ્યુ છે. પરંતુ શું ખરેખર લોકોને નલ સે જલ યોજનાનો લાભ મળ્યો છે ખરો? શું લોકોને ઘરે બેઠા જ પાણી મળી રહ્યુ છે? સરકારના દાવા પાછળ શું છે સચ્ચાઈ કેમ સાબિત થઈ રહી છે સરકારની નલ સે જલ યોજના પોકળ? કેમ કરોડો રૂપિયાની યોજના નથી થઈ સફર?

ગામના આગેવાનનું કહેવું છે કે, નેતાઓ, વહીવટી તંત્ર, સહિત સરપંચને પણ અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે, પણ બહેરું તંત્ર જાણે આંખ આડા કાન કરી કુંભકર્ણની ઊંઘમાં હોઈ અને પ્રજા હાલરડાં ગાતી હોય તેવું દેખાય આવે છે. કારણે જ્યારે પ્રજા સવાલ કરવાને બદેલ મૌન થઈ જન પ્રતિનિધિઓના વખાણ કરવા લાગે ત્યારે સવાલો ઊભા થતા નથી પ્રોજેક્ટોનું કામ તકલાદી અને અધૂરું થાય છે.