ઝઘડિયા: પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું હતું કે, નરેદ્ર મોદીના વિકાસના કામ જોઈ ભાજપમાં જોડાયો છું. અમારી બીટીપી, કોંગ્રેસ અને આપના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છીએ અને સાંસદ મનસુખ વસાવા માટે તન, મન અને ધનથી અમે આખી ટીમ કામ કરીશું.

તેમણે વધુ કહ્યું કે I.N.D.I.A ગઠબંધનો ઉમેદવાર મારો P.A હતો. હું તેને મારી સાથે સંકલનથી લઈને તમામ મિટિંગોમાં પણ લઇ જતો, રાજકારણના પાઠ ભણાવ્યો, તૈયાર કર્યો, ટિકિટ આપવા પણ કહ્યું પણ તેને જવું જ હતું. અમારી પીઠ પાછળ ખંજર ભોંકીને તે જતો રહ્યો હતો. તે વિભીષણ છે, ગદ્દાર છે. જે મારો નથી થયો તે આદિવાસીઓનો શું થવાનો ?

પ્રજા સાથે શું વિશ્વાસની કામગીરી કરે છે ? બધા પોતાના સ્વાર્થ માટે દોડે છે પણ મને વિશ્વાસ છે કે 4 જૂને પરિણામ અવાશે એટલે બધા ઘરભેગા થઇ જવાના છે. હવે લોકસભાની ચુંટણીમાં આદિવાસી સમાજ નક્કી કરશે કે ગદ્દાર કોણ છે ચૈતર વસાવા કે મહેશ વસાવા..?  લોકચર્ચા