વાંસદા: આદિવાસી બનવા માટે માત્ર આદિવાસી માતાની કુખે પેદા થવાથી આદિવાસી બનાતું નથી. એમ સુરતના કીમના પોલિટિશિયન ઉત્તમભાઈનું કહેવું છે. તેઓ કહે છે કે હું એવા અનેક આદિવાસી મિત્રોને ઓળખું છું કે જે આદિવાસી માતાની કુખેથી તો પેદા થયા છે, પરંતુ આદિવાસી હોવાના તેમનામાં એક પણ લક્ષણ જોવા મળતા નથી.

અમુક આદિવાસી માતાની કુખેથી પેદા થયા છે, તે એક સુખદ અકસ્માત છે. પરંતુ તેમના લક્ષણો સવાયા બ્રાહ્મણવાદીના, સવાયા સામંતવાદીના અને સવાયા મૂડીવાદીના હોય છે. તેવો આદિવાસી માતાની કુખેથી પેદા થયા હોવા છતાં, પોતાના પાછળ રહી ગયેલા આદિવાસી ભાઈઓથી જ દૂર રહેવાનું પસંદ કરે છે અને સવાયા સ્થાપીત થઈને કહેવાતા ઉજળીયાતોના ગલીયારાઓમાં ફરતા રહે છે.

સામાજિક ન્યાયની લડતની સૌથી મોટી કમનસીબી એ હોય છે કે શોષિત વર્ગના સૌથી મોટા શત્રુ પોતાનામાંથી જ મધ્યમ વર્ગીય માનસિકતામાં પ્રવેશેલા , સવાયા સ્થાપિત બની ગયેલા પોતાના જ કુળના નવ્ય સ્થાપિત આદિવાસી આગેવાનો હોય છે. દરેક રાજકીય પક્ષો, દરેક સહકારી સંસ્થાઓ, દરેક ધાર્મિક સંસ્થાઓ પણ પોતે આદિવાસીઓનું પ્રતિનિધિત્વ સાચવે છે તેવો ઢોંગ કરવા માટે આદિવાસીઓ માંથી પેદા થયેલા સવાયા સ્થાપિત પ્રકૃતિના પ્રતિનિધિને પોતાની બાજુમાં બેસાડી દેતા હોય છે અને અમે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરતા એવા પાખંડો રચતા હોય છે…..

કોંગ્રેસમાં મહાત્મા ગાંધી, પંડિત નહેરુ, શ્રીમતી ઇન્દિરા ગાંધી અને ઝીણાભાઈ દરજીને બાદ કરતાં કોંગ્રેસ પક્ષે પણ સામાજિક ન્યાયને પ્રતિબંધ આદિવાસી નેતૃત્વની અવગણના કરી હતી….. અને ડાહ્યાડમરા સ્થાપિત સત્તાની હામા હા ભણનારા અને આદિવાસીઓના સામાજિક ન્યાયને વિસ્તારે પાડનારા દોઢા ઉજળીયાતોને ધારાસભ્ય અને સંસદ સભ્ય બનાવ્યા હતા. ભલુ થજો દલિતોનું ,આદિવાસીઓનું અને ઓબીસીઓનું કે આઝાદીના 75 વર્ષ પછી કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ પર એક સામાજિક ન્યાયના મસીહા અને લોકનાયક રાહુલ ગાંધીજીનો ઉદય થયો છે કે જેઓ કોંગ્રેસ પક્ષમાં આદિવાસીઓમાંથી આદિવાસીઓની અસ્મિતા પ્રત્યે પ્રતિબધ્ધ હોય એવા જુઝારુ કાર્યકરો અને નેતાઓને કોંગ્રેસમાં પ્રસ્થાપિત કરી રહ્યા છે.

2024 ની લોકસભાની ચૂંટણીમાં વલસાડ સંસદીય ક્ષેત્ર માટે કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવાર તરીકે આદિવાસી ક્રાંતિકારી નેતા અનંત પટેલની પસંદગી કરીને કોંગ્રેસ હવે ફરી પાછી શોષિતો,વંચિતો,દલિતો, આદિવાસીઓ અને ઓબીસી વર્ગોની ભાગીદારી માટે પ્રતિબધ્ધ થઈ છે તેમજ આદિવાસીઓને નામે કહેવાતા ઉજળીયાતોના બગલથેલા ઉચકનારા નમાલા આદિવાસીને નહીં પરંતુ આદિવાસી ઓળખ અસ્મિતા અને અસ્તિત્વ માટે પોતાનું અસ્તિત્વ હોડમાં મૂકી દેનારા મરજીવા આદિવાસી નેતાને પ્રોત્સાહિત કરી રહી છે તેની સાબિતી છે.

મહાત્મા ગાંધી અને આઝાદી પછી આઝાદીના 77માં વર્ષે લોકનાયક રાહુલ ગાંધી પહેલું કોંગ્રેસી નેતૃત્વ છે કે જે લોકોની વચ્ચે જઈને આદિવાસીઓના, દલિતોના, ઓબીસીવર્ગના, મહિલાઓના અને ખેડૂતોના અધિકાર અને ભાગીદારની વાત સ્થાપિતવર્ગોની ચિંતા કર્યા વગર આખી દુનિયા સાંભળે તે રીતે સાતત્યપૂર્વક કહી રહ્યા છે અને તે માટે પોતાની રાજકીય કારકિર્દીને હોડમાં મૂકી રહ્યા છે. આ કોંગ્રેસના ઇતિહાસમાં આવેલું અભૂતપૂર્વ પરિવર્તન છે.

ભાઈ અનંત પટેલે પોતાના મતવિસ્તારમાં એક સામાન્ય કાર્યકર માંથી આદિવાસીઓના સામાજિક ન્યાયના નેતા તરીકેનું વ્યક્તિત્વ પોતાની જાતે નિર્માણ કર્યું છે….. કોઈ સ્થાપી નેતાગીરીના બગલ થેલા ઊંચકીને એમણે ધારાસભ્ય કે સંસદસભ્યની ટિકિટ મેળવી નથી. પરંતુ આદિવાસી પ્રજાના અધિકારો અને ભાગીદારી માટેની લડત લડીને પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે.

આદિવાસી માતાની કુખે પેદા થયેલા સાચા આદિવાસી કર્મશીલ અનંત પટેલને હાર્દિક શુભેચ્છા અને લોક નાયક રાહુલજી તેમજ કોંગ્રેસ પક્ષનો હાર્દિક આભાર કે તેમણે સાચા આદિવાસી નેતાને લોક પ્રતિનિધિ બનવાની તક પૂરી પાડી છે. જે લોકો આદિવાસી સમાજના સામાજિક ન્યાય માટે શુભેચ્છક છે, પ્રયત્નશીલ છે તેમ જ સંઘર્ષ કરી રહ્યા છે એવા બધા જ બિન આદિવાસી લોકો તેમજ જેવો કોંગ્રેસની વિચારધારામાં માને છે એવો તથા આદિવાસી માતાની કુખે પેદા થયા છે એવા સાચા આદિવાસી સંતાનો ની હવે જવાબદારી બને છે કે આપણી સૌ ભાઈ શ્રી અનંત પટેલને આદિવાસી હિતોની લડાઈ લડવા માટે ભારતીય સંસદના પ્રાંગણમાં મોકલીએ… અનંત પટેલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ !

BY: ઉત્તમ પોલિટિશિયન/કીમ 394 110/992 595 9014