નવસારી: આજે જ દેશમાં સાત તબક્કામાં લોકસભા 2024ની ચૂંટણી થવાની જાહેરાત ઇલેક્શન કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં સાતમી મેના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજવા જઈ રહી છે

Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાતમાં સાતમી મેના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજવા આવશે તેને લઈને અગાઉ જ જિલ્લા કલેકટર દ્વારા નવસારી જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જાહેર રોડ પર લાગેલા રાજકીય પોસ્ટરો સહિત સર્કિટ હાઉસમાં પણ રાજકીય આગેવાનો માટે પ્રવેશબંદી અમલી બનાવી દેવામાં આવી છે.

નવસારીના શહેર અને જિલ્લામાં જાહેર સ્થળોએ રાજકીય આગેવાનોના પોસ્ટરો દૂર કરવામાં આવી રહ્યા છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા છે. સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠક મળીને નવસારી લોકસભાનું 7 મે ના રોજ મતદાન કરાશે.