ઝઘડિયા: પાવર એ એક એવી વસ્તુ છે જેને મેળવવા માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમાં પણ જો પોલિટિકલ પાવરની વાત આવે તો લોકો પરિવાર સામે વિશ્વાસઘાત કરતાં પણ અચકાતા નથી. જેનાં અનેક ઉદાહરણો ભારતના રાજકારણમાં જોવા મળ્યાં છે. શરદ પવારની પાર્ટી, સિવશેના આવી જ રીતે એક સમયે જેનો ગુજરાત જ નહીં દેશના આદિવાસી વિસ્તારમાં રાજકારણમાં દબદબો હતો એવા દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેઓએ, વિધાનસભામાં પિતા સામે બળવો કરી ગયા હતા, અને BTP પિતાની સિટ આંચકી ટિકિટ લઈને પોતે મહેશ વસાવા ચૂંટણી લડ્યા અને પિતાનું વર્ષો જૂનું રાજકીય સામ્રાજ્ય ઝઘડિયા જ નહિ ગુજરાત અને અન્ય રાજ્યમાંથી પણ બરબાદ કરી નાખ્યું.
આજે આદિવાસીઓ પોતાના અસ્તિત્વ માટે લડત લડી રહ્યા છે, ત્યારે આદિવાસી મસીહાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે. જેથી આદિવાસી વિસ્તારમાં લોક ચાહના જે હતી એ પણ હવે રહશે નહિ, એવી લોક ચર્ચાઓ શરૂ થઈ ગય છે. જેનું પરિણામ લોકસભામાં જોવા મળશે.
મહેશ વસાવા એજ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી જે પાર્ટીના નેતાઓએ પિતા અને પરિવારને દેશ અને રાજ્ય વિરોધી ગણવામાં આવ્યા. વાત કરી રહ્યા છે, ભાજપના અનેક નેતાઓની જેઓ એવું કહી ચૂક્યા છે અને કહેતા આવ્યા છે કે, છોટુ વસાવા,એમનો પરિવાર અને એમની પાર્ટીના નેતાઓ આદિવાસીઓને ભડકાવે છે, ઉપસાવે છે. હથિયારો આપે છે અને નક્સલવાદને પ્રોત્સાહન આપે છે, આ લોકો ગુજરાત વિરોધી છે, આ લોકો દેશના વિરોધી છે. આ લોકો રાજ્યના આદિવાસીઓને નક્સલવાદ તરફ લઈ જશે, એવું માનતા હતા ભાજપના નેતાઓ અને જો એમના પુત્રને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મળીને સ્વાગત કરી શકતા હોય તો એ નેતાઓ કરતા પ્રજાએ સમજી લેવું જોઈએ કે આ દેશમાં લોકોનો જ અવાજ દબાવવામાં આવે છે બાકી દેશમાં નેતાઓ પોતાના સ્વાર્થ માટે પોતાના પરિવારના સામ્રાજ્યને બરબાદ કરી શકે તો આપણી શું કિંમત..!
આ મુદ્દે છોટુ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે, અને ભાજપ અને પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓ સામે લાલ આંખ કરી આડેહાથ લીધા છે અને કહ્યું છે કે, પાર્ટી છોડીને ગયેલા નેતાઓ અનુસૂચિ ૫-૬ ની વાતો કરતા હતા તેઓ આજે આદિવાસી વિસ્તારમાં ખનિજ, કોલસા નીકળી રહ્યા છે તેની ચોરીમાં કોર ઉંદરની ભૂમિકા નિભાવશે.
તેઓ મોટા ઉંદરો ને સાઠ આપી આદિવાસી વિસ્તારને બર્બાદ કરવામાં તેઓની ભૂમિકા રહેશે..