સેલવાસ: ગતરોજ સામાજિક કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે મહિલા ઉત્કર્ષના શુભ હેતુથી ઉજવણી કરવામાં આવી હતી.

જુઓ વિડીઓ…

Decision News ને મળેલી માહિતી મુજબ આ અંતર્ગત સરકાર તરફથી મહિલાઓ માટે જે યોજના ચલાવવામાં આવે છે તેની જાણકારી આપવામાં આવી હતી. જેવી કે નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના,મહિલા હેલ્પલાઈન નંબર 181, વન સ્ટોપ સેન્ટર વગેરેની માહિતી દરેક મહિલા સુધી પહોંચે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનીઉજવણી પ્રસંગે પોલીસ વિભાગના પીએસઆઇ છાયા ટંડેલ મહિલા પોલીસ સ્ટાફ અન્ય સાખાના આધિકારીઓ આશા વર્કર આંગણવાડી બેહનો અને સેલવાસના જાગૃત નાગરિકજનો ઊપસ્થિત રહ્યા હતા