વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકામાં પ્રજાની સુખાકારી માટે અંતરિયાળ વિસ્તારમાં આવાગમન માટે સરકાર દ્વારા નાના નાના રોડ-રસ્તાઓ માટે લાખોની ગ્રાન્ટ ફાળવી રહી છે, પરંતુ રોડ-રસ્તાઓ બાબતે ગ્રામ્ય વિસ્તારમાં વાસ્તવિકતા કઈ અલગ જોવા મળી રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય રસ્તાને જોડતા બસો ત્રણસો મીટરના રસ્તાઓ 15માં નાણાંપંચ માંથી તાલુકા કક્ષાએથી મંજુર થતા હોય છે જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બનાવવા માટે મોટાભાગના બિનઅનુભવી કોન્ટ્રાક્ટરને કામગીરીની વહેંચણી કરી દેવામાં આવતી હોય છે જેમાં અમુક કોન્ટ્રાક્ટરો રોડ-રસ્તાઓ બાબતે બહોળો અનુભવ ન ધરાવતા હોવા છતાં રસ્તાઓ બનાવી દેતા હોય છે રસ્તાઓ તો બની જતા હોય છે પરંતુ રસ્તાઓ ચોમાસામાં પૂરતા જ ટકતા હોય છે ચોમાસા બાદ રસ્તાઓનું અસ્તિત્વ જોવા મળતું નથી જેથી રસ્તાઓ બન્યા બાદ સુપરવિઝન કરતા અધિકારીઓ રસ્તાઓની ગુણવતા ચકાસવામાં કેમ થાપ ખાઈ જતા હોય છે એ પ્રજામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે

ગ્રામ્ય વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે રસ્તા બનાવવામાં માત્ર મોટી કપચી, ઝીણી કપચી અને ઓઇલ જેવો નહિવત ડામર નાખી રસ્તો બનાવી દેવામાં આવતો હોય છે જેને કારણે રસ્તા પરથી વાહનો પસાર થવાને કારણે રસ્તો બેસી જતો હોય છે રસ્તા બનાવવામાં નર્યો ભ્રષ્ટચાર થતો હોવા છતાં રસ્તાનું સુપરવિઝન કરતા કર્મચારીઓને રસ્તાની ગુણવંતા બાબતે ખ્યાલ હોવા છતાં આંખ આડા કાન કેમ કરી રહ્યા છે એ ઘૂંટાતું રહસ્ય છે એક ચોમાસામાં રસ્તો ધોવાઈ જતો હોય છે તેમજ રસ્તાની કામગીરીમાં નકરી વેઠ ઉતારવામાં આવતી હોવા છતાં કામગીરીનો રિપોર્ટ ઓકે કરી ફાઇલને ફાઇનલ કરી પેમેન્ટ પણ આપી દેવામાં આવતું હોય છે જેને કારણે પાંચ દસ વર્ષ સુધી ટકવો જોઈએ એ રસ્તો માત્ર છ માસમાં જર્જરિત થઈ જતો હોય છે જેને માટે કોણ જવાબદાર છે એ તાપસનો વિષય છે અધિકારીઓ અને કોન્ટ્રકટેરોની મિલીભગત અને ટાકાવારીની સાંઠગાંઠમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સમસ્યા યથાવત રહેતી હોય છે અગાઉ પણ વાંસદા તાલુકા પંચાયતમાં કોન્ટ્રાક્ટરની ફાઇલ આગળ ધપાવવા માટે પટાવાળો એસીબીના હાથે ઝડપાઇ ચુક્યો છે જેથી આ દિશામાં તાપસ થાય તો ઘણા તથ્યો બહાર આવે એમ છે

રસ્તાઓ બનાવવા માટે સરકાર દ્વારા ફાળવેલી લાખોની ગ્રાન્ટ પ્રજાની સુખાકારી માટે નહીં પરંતુ સરકારી બાબુઓના ખિસ્સા ભરતા હોય છે જેથી ઉચ્ચકક્ષાએથી આ બાબતે તપાસ થાય અને ઉચ્ચ કક્ષાએથી વાંસદા તાલુકામાં રસ્તાઓ બાબતે સુપરવિઝન કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એમ છે.