આનંદ: આજે વીર શહીદ પેરામિલેટ્રી crpf ના ભરતસિંહ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ રોહિતભાઈ પ્રભારી આણંદ જિલ્લા ફિલિપ્સભાઇ, સૈયદભાઈ અને અન્ય આણંદ પેરામિલેટ્રી સંગઠન ના સદસ્ય અને વિશેષ ગાંધીનગર CRPF કેમ્પ થી ઇન્સ્પેક્ટર બાબુભાઈ સાહેબ અને અન્ય ૧૦ ગાર્ડ વીર શહીદને સલામી ગાર્ડ ઓફ ઓનર દ્વારા આપવા આવેલ અને આસપાસ વિસ્તાર ના ખુબ મોટી સંખ્યા માં નાગરિકી સગા સંબંધી આડોશી પાડોશી હાજર રહી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરી કરવામા આવી હતી.

જુઓ વિડીઓ…

Decision News ને મળેલી માહિતી મુજબ પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્રારા ખાસ આ દુઃખદ સમયે હાજર સદસ્યોને જણાવ્યું કે પેરામિલેટ્રી માટે કલ્યાણબોર્ડનું નિર્માણ કરવામાં આવે તે જ આ વીર શહિદોને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે જેથી દેશના પેરામિલેટ્રીના જવાનો જે દેશ માટે કુરબાની આપે છે પોતાનો યુવાની દેશ માટે બલિદાન કરે છે તો નાગરિકોનું પણ કર્તવ્ય છે કે આ જવાનો માટે જવાનોના ન્યાય માટે સોશિયલ મિડિયા થી કે અન્ય રીતે સરકાર સુધી વાત પહોંચાડીને આ વિષયનું નિરાકરણ લાવે કારણ આ જવાનોનું ખૂબ અગત્યનું યોગદાન દેશની સુરક્ષામાં છે

૩૭૦ કલમ રામ મંદિર અને ટ્રિપલ તલાક જેવા ગંભીર પ્રશ્નનું જો નિરાકરણ આજની સરકાર કરી સકતી હોય તો આ જવાનો નું નિરાકરણ સરકાર કેમ નથી કરતી જવાનો ના નામે રાજકારણ કરવાનું બંધ કરવામાં આવે અને દેશ ના રાષ્ટ ના કર્મઠ દેશ ભક્ત જવાન સેના અને પેરામિલેટ્રી ને સમાન સુવિધા હક હોવો જોઈએ હાજર તમામ નાગરિકો એ આ વાત ને ખૂલું સમર્થન આપ્યું કે આ ભારત દેશ ના બંને સપૂત જવાનો માં જે ભેદભાવ છે તે દૂર થવો જોઈએ.

BY દિપેશ પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત પેરામિલેટ્રી સંગઠન