ઝઘડીયા: આજરોજ ઝઘડીયા તાલુકા પંચાયત અંતર્ગત ઝઘડીયા રાષ્ટ્રીય આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સ્વ સહાય જુથ થકી નાની – નાની બચત કરીને પોતાના આર્થિક રીતે પગભર થઇ શકે તેવા હેતુથી ખડોલી ગામમાં સોફ્ટ ટોઇસ મેકિંગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ ઝઘડિયા પંચાયત ઝઘડીયા અંતર્ગત રાષ્ટ્રીય આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સ્વ સહાય જુથ થકી નાની-નાની બચત કરીને પોતાના આર્થિક રીતે પગભર થઇ શકે તેવા હેતુથી સ્વ સહાય જુથોને રીવોલિગ ફંડની સહાય સાથે કેશ ક્રેડિટ લોનની સહાય સાથે સ્થાનિક કક્ષાએ રોજગારી ઊભી કરી શકાય તેવા હેતુથી બોરડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થાના માઘ્યમથી ખડોલી ખાતે સોફ્ટ ટોઇસ મેકિંગની 35 બહેનોને તાલીમ આપવામાં આવી હતી.

સખી મંડળના બહેનોને સ્થાનિક બજારમાં માર્કેટીંગ કરી શકે નજીક સ્થળો હાટ બજાર ભરાતા હોય તો ત્યાં સ્ટોલ બનાવીને માર્કેટીંગ કરી શકીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી હાલ મોટું માધ્યમ છે, તેના જાહેરાત કરીને પણ માર્કેટીંગ કરી શકે તેવા સમજુતી આપવા આવી હતી.