છોટાઉદેપુર: આજે છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ઊથલપાથલ થઇ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક કોંગ્રેસના નેતા નારણભાઈ ભાજપમાં ગયા એ કોઈ મોટી ઘટના નથી. કોંગ્રેસ પાસે કાર્યકરો છે જ્યારે ભાજપા પાસે લાભાર્થી છે. એમ અર્જુન રાઠવાનું કહેવું છે

જુઓ વિડીયો..

લોકસભા 2024 ભ્રષ્ટાચાર ના મુદ્દાઓને ધ્યાને રાખી મતદાતા મતદાન કરશે નહીં કે કોણ ક્યાં ગયું એ મુદ્દો બનશે જિલ્લામાં નકલી કચેરી વન વિકાસ નિગમમાં થયેલ ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ધ્યાને રાખી લોકો મતદાન કરશે. ભાજપ વાળા કહે છે જેલમાં જવું છે કે મહેલમાં તો જે લોકોને કોઈ સિદ્ધાંત નથી તેવા લોકો મહેલમાં જાય છે. અને જે લોકો સિદ્ધાંતને વરેલા છે તેઓ રોડ ઉપર ઉતરી લોકોના પ્રશ્નોને વાચા આપે છે.

કોંગ્રેસે નારણભાઈ ને ઘણું બધું આપ્યું છે છતાં આજે પણ જિલ્લામાં અનેક સળગતા પ્રશ્નો છે તો શું તેને તેઓ સમર્થન આપે છે તે તેમણે વિચારવા જેવું છે. હું નારણભાઈ રાઠવા ને કદાવર નેતા માનતો નથી જે માણસ લડે તે કદાવર છે. નારણભાઈ ના ભાજપમાં જવાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે. કોંગ્રેસ હંમેશા અન્યાય સામે લડતી રહી છે અને લડતી રહેશે આગામી લોકસભાની ચૂંટણીમાં દરેક કાર્યકર પોતે ઉમેદવાર છે. કોંગ્રેસના કાર્યકરો આગામી લોકસભા ચૂંટણીમાં હવે બમણા ઉત્સાહ સાથે કામ કરશે