અંકલેશ્વર: ગતરોજ આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાનો અંકલેશ્વર વિધાનસભાના ગામોમાં સ્વભિમાન યાત્રાનો ચોથો દિવસ હતો ત્યારે અંકલેશ્વર વિધાનસભા ના ગામોમા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા એ AAP ના હોદ્દેદારો સાથે લોક સંપર્ક શરૂ કર્યો.
Decision News ને મળેલી માહિતી મુજબ ચોથા દિવસે લોકો સાથે મુલાકાત કરી જન સંવાદ કર્યો. જનતા એ ઉત્સાહભેર ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા નું સ્વાગત કર્યું. અંકલેશ્વરમાં જાગૃત જનતા એ પણ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને લોકસભામાં જીતાડવાની ખાત્રી આપી હતી.
ચૈતર વસાવા જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં લોકો માટે દિવસ રાત મહેનત કરું છું તો મને સત્તામાં બેઠેલી સરકાર વિવિધ પ્રપંચો કરી રોકવા માંગે છે. પરંતુ મને વિશ્વાસ છે કે આ લોકસભા ચૂંટણીમાં સમગ્ર આદિવાસી સમાજ અને સમગ્ર ભરૂચના તમામ સમાજના લોકો મારો સાથ આપશે અને આ લોકસભાની ચૂંટણીમાં વિજયી બનાવશે.