ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ઉકતા પાનવા ગામના 23 વર્ષના ગજેન્દ્રભાઇ બાબલુભાઇ પાડવીએ કોઇ અગમ્ય કારોણોસર ઝેરી દવા પી જતા તેમની તબીયત લથડી અને સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયાની ઘટના બહાર આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના ઉકતા પાનવા ગામના 23 વર્ષના ગજેન્દ્રભાઇ બાબલુભાઇ પાડવી નામના યુવક દ્વારા કોઈ અજાણ્યા કારણસર ઝેરી દવા પી જતા તેમની તબિયત લથડી હતી અને તેમને ધરમપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પણ તેમનું ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું હતું.
આ ઝેરી દવા પીને મોત થયેલા યુવકની ઘટનાને લઈને બાબલુભાઈ ધાકલભાઈ પાડવીએ ધરમપુર પોલીસ મથકે અંગેની ખબર આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં સત્ય શું છે તે તો પોલીસ તપાસ પછી જ બહાર આવશે.

