વાંસદા: એક દિવસ પહેલાં વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર સમયમાં ભારત જોડો ન્યાયયાત્રાના સંદર્ભે વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં વાંસદા તાલુકાના સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજવામાં આવી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા મણીપુર થી મુંબઈ સુધી રાહુલની ન્યાય યાત્રાના સંદર્ભે યુવક કોંગ્રેસ સમિતિ વાંસદા દ્વારા વાંસદા ખાતે વાંસદા – ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા માટે મણીપુર થી મુંબઈ સુધી યાત્રા દ્વારા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે માતાજીના દર્શન કરી વાંસદા ગામમાં પદયાત્રા અને ત્યારબાદ સભા યોજવાના હોવાથી તૈયારીના ભાગરૂપે યુવાનોને રોજગારી માટે ન્યાય અપાવવા આવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સાથે યુવાનોનો જુસ્સો વધારવા આપણે દરેકે પોતાની જવાબદારી સમજી આગળ આવું જરૂરી છે.

અનંત પટેલ જણાવ્યું હતું કે નેતા બનો નેતા ચૂનો ના નારા સાથે બસો રૂપિયા થી યુવા કોંગ્રેસમાં જોડાયા પછી ધારાસભ્ય બન્યો છું ત્યારે દરેક યુવાન મક્કમતાથી નક્કી કરે તો આવનારા દિવસોમાં રાજકીય કારકિર્દી ઉજાગર કરવા તેમજ સમાજ સેવા અને ગામના લોકોને જાગૃતિ કરવા તેમજ યુવકોને કોંગ્રેસ લાવવા અને જોડાવાના કાર્ય ખૂબ જ અગત્યનું છે.

આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ ભોયા , મહામંત્રી જયેશભાઈ ,જીતેશભાઈ સરપંચ મનીષ પટેલ , જીતુ પટેલ , ગણેશભાઈ, જયંતીભાઈ, ચંદુભાઈ, નવીનભાઈ વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ ધનજીભાઈ, પીન્ટુભાઇ, ગૌરાંગ પટેલ મયુર પટેલ તેમજ યુવા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા