સોનગઢ: આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને સાચવવા તાપી જિલ્લાના આદિવાસી યુવાએ પોતાના લગ્નમાં આદિવાસી સમાજમાં કાયદાની જનજાગૃતિ ફેલાવવા બંધારણની અનુસૂચિત-5 અને પેસા એક્ટની માર્ગદર્શિકાની પુસ્તકનું વિતરણ કર્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલપાડા ગામના વતની હિતેશકુમાર ચંદુભાઈ વસાવા દ્વારા આદિવાસી સમાજમાં જનજાગૃતિ કરવા અનોખી પહેલ કરવામાં આવી. આમલપાડા ગામ જે તાપી જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલ છેવાડા નું ગામ છે. હિતેશકુમાર પોતે Bsc, Msc થયેલ છે અને શિક્ષક ની નોકરી કરે છે. તેમના પિતાશ્રી ચંદુભાઈ હોળીયાભાઈ વસાવા SRP ખાતામાં નોકરી કરતા હતા.
હિતેશકુમાર શેરુલા જંગલના અંતરિયાળ ગામમાંથી આગળ આવી સુરત શહેરમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ. આદિવાસી સમાજ ની જનજાગૃતિ ના પગલે પોતાના મંતવ્યમાં તેઓ જણાવે છે કે બંધારણ ની અંદર આદિવાસી સમાજના હક અધિકાર માટે ખુબજ પ્રાવધાન છે. પરંતુ તેની જાણકારી ન હોવાને લીધે આઝાદીના એટલા વર્ષ વીતી ગયા હોવા છતાં આદિવાસી વિસ્તાર પછાત અને ગરીબી રેખા હેઠળ પીસાય રહ્યો છે. જેને પગલે બંધારણ ની અનુસૂચિ-5 અને પેસા એક્ટ જેવા કાયદા આદિવાસી સમાજ જાણતો થાય તો પોતાનો ગામનો શેક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ સાધી શકે છે. માટે આ જાગૃત આદિવાસી યુવાન એ પોતાના લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા ઉપર કાપ મૂકી આદિવાસી સમાજ ને જાગૃત કરનારા પુસ્તક ખરીદ્યા. અને લગ્ન માં આવનાર તમામ મહેમાનો ને બંધારણની અનુસૂચિ-5 અને PESA એક્ટ ની પુસ્તિકાનું વિતરણ કર્યું.
લગ્નમાં આમંત્રિત મહેમાન એડવોકેટ જીમ્મી પટેલ, અખિલભાઈ ચૌધરી અને ભુપેન વસાવા ની યુવા આદિવાસી ટીમે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં આદિવાસી સમાજમાં ભારતના બંધારણ વિશેની જનજાગૃતિની મુહિમો ના પગલે યુવાઓમાં બંધારણ અને આદિવાસી સમુદાયની આદિમ સંસ્કૃતિ ને જાળવણી કરવાની પહેલ ખુબજ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. સરકારી નોકરી માં ST સર્ટિફિકેટ ની ચકાસણી અને બોગસ સર્ટિફિકેટ ની સમસ્યા ને પગલે આદિવાસી યુવાઓ પોતાની સંસ્કૃતિને અને પોતાના અસ્તિત્વને જાળવવાનો છેલ્લો પ્રયાસ કરી રહ્યા છે. જેને પગલે ગામડે ગામડે યુવાઓ જાગૃત બની પોતાના સમાજ માં જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેની આ એક ઉમદા પહેલ છે.
BY: એડ. જીમ્મી પટેલ,વ્યારા
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)