નર્મદા: ડિજિટલ ભારતમાં આધારકાર્ડ માટે આદિવાસી વિસ્તારના લોકો વલખા મારતા નજરે પડ્યા નર્મદા જિલ્લામાં આવેલ ડેડીયાપાડા તાલુકામાં અંતરજાળ વિસ્તારના આદિવાસી લોકો ને દયન હાલત જોવા મળી જેમાં ડેડીયાપાડા ના પૂર્વ પટ્ટીના લોકો સવારથી જ ભૂખ્યા અને તરસ્યા લાંબી કતારો માં ઉભા રહેવાની ફરજ પડી અને એક વ્યક્તિ માટે 25 થી 30 મિનિટનો સમય લાગે છે જેના કારણે લોકોને હાલાકી ભોગવી પડે છે
જુઓ વિડીઓ..
Decision News ને મળેલ માહિતી મુજબ નર્મદા જિલ્લાનો સૌથી મોટો ડેડીયાપાડા તાલુકો હોવા છતાં આધાર કાર્ડ કાઢવા માટે એક જ પોઇન્ટ હાલ કાર્યરત છે જેના કારણે ખૂબ જ સામનો કરવો પડી રહ્યો છે વિકસિત સંકલ્પ યાત્રાના નામે સરકાર વાહી કરી રહી છે ત્યારે અહીં સરકારનો વિકાસ દેખાઈ રહ્યો છે હવે આ બાબતે સ્થાનિક તંત્ર યોગ્ય પગલા ભરે છે કે કેમ કે આવો જ ગોકુળ ગાયના ગતિએ કામ ચાલતું રહેશે
મામલતદાર ડેડીયાપાડા ની બેદરકારી
ઘણા કાર્ડ ધારકો એક મહિનાથી રેશનકાર્ડ વિભાજન માટેની અરજી ઓ પેન્ડિંગમાં જોવા મળી મામલતદાર ઘણા સમયથી રજા પર હોવા થી ચાર્જમાં મામલતદાર હોવા છતાં લોકો એક મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે તેમજ સ્થાનિક ઇન્જેક્શન પુરવઠા મામલતદાર સંપર્ક સાંધતા જાણવા મળ્યું કે મામલતદાર હાજર થશેત્યારે સહી થશે,ત્યારે જોવાનું રહ્યું કે ડેડીયાપાડા વિસ્તારના લોકો આમ જ ધક્કા ખાતા રહેશે. કે પછી તંત્ર પોતાની જવાબદારી ફરજ સમજીને નિભાવશે કે આવી જ લાલિયા વાડી ચાલશે