સંયુક્ત રાષ્ટ્ર સંઘ(UNO) દ્વારા આપણી ધરતી પરથી ઝડપથી લુપ્ત થઈ રહેલી ભાષાઓ(ખાસ કરીને આદિવાસી ભાષાઓ) ને બચાવી લઈ ને વિશ્વની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને તેના થકી તમામ ભાષાઓમાં રહેલા જૈવિક વૈવિધ્યતા ને ટકાવી રાખવાના જ્ઞાનનાં સંરક્ષણ સંવર્ધન માટે દર વર્ષની ર૧મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે.

આ પ્રસંગે આપણે પણ પોતે આપણી આદિવાસી ભાષાઓને બચાવી લેવા માટે આપણા બાળકોને શીખવવા માટે આપણા ઘરેથી શરુઆત કરીએ, તથા તમામ ગામોમાં, લાઈબ્રેરીઓ તથા શાળાઓમાં તેનું મહત્વ સમજાવી બાળકો પોત પોતાની ભાષામાં ગીત વાર્તા ઊખાણા વગેરે કહે એવા કાર્યક્રમો થકી તેમને પ્રોત્સાહિત કરીએ.

યુવાવર્ગ આપણી બોલીઓ માં ગીતો તેમજ પ્રકૃતિ રક્ષણના, આદિવાસી જીવન શૈલીના વિચારોના વિડીયો બનાવી સૌની સાથે શેર કરી કરીએ. વડીલો પાસે આપણી આદિવાસી લોક કથાઓ તેમજ દેવસ્થાનકના મહાત્મ્યને આપણી જ બોલીઓમાં રેકોર્ડ કરી જનજનમાં સોશિયલ મીડિયા થુ પ્રસરાવીએ. બહેનો દ્વારા આપણી બોલી ના લગ્ન ગીતોના રેકોર્ડિંગ કરી પણ દુનિયાભરમાં વહેતા મૂકીએ.

BY- સેજલ ગરાસિયા