વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગંગપુર ખાતે આવેલ શ્રીયમ એમ.પી. કાપડીયા વિધામંદિર ખાતે વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાલક્ષી મોટીવેશન કાર્યક્રમ યોજાયો હતો.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ.પી. કાપડીયા વિદ્યામંદિર ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ભયમુક્ત, સ્વસ્થ અને તંદુરસ્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપે તેવા ઉમદા હેતુથી વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા પરીક્ષાલક્ષી મોટીવેશન કાર્યક્રમ યોજાયો હતો જેમા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીમિત્રો હાજર રહ્યા હતા. વાંસદા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પરીક્ષાલક્ષી મોટીવેશન દરમ્યાન ખુબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી તેમજ વિધાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું તેની પણ માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વાંસદા પોલીસ સ્ટેશનમાંથી એએસઆઈ મંગીબેન નગીનભાઈ, વુમન હેલ્થ કોન્સ્ટેબલ ફાલ્ગુનીબેન અને પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ હાજર રહ્યા હતા . વિધાર્થીઓને પરીક્ષા દરમિયાન પડતી મુશ્કેલીઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમજ પ્રશ્નોત્તરી કરી વિધાર્થીઓ દ્રારા પુછેલા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું ખુબજ ઉત્સાહથી પ્રેમપુર્વક સચોટ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યા મણીલાલભાઈ પટેલ, ધનસસુખભાઈ, સંસ્થાના ભાવેશભાઇ પટેલ તેમજ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળા પરિવારના સ્ટાફ મિત્રોએ ખૂબ જ સરળતાથી કાર્યક્રમને સફળ બનાવ્યા હતા