વાંસદા: આજરોજ વાંસદા શ્રી પ્રતાપ હાઇસ્કુલ ખાતે સામાજિક આગેવાન સ્વ. સર્વદમનસિંહ વાઘેલા – બકુદાદા ની પ્રથમ પુણ્યતિથિ નિમિતે વાંસદા પોલીસના સહયોગથી બ્લડ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહી ૮૩ બોટલ રક્ત દાન કર્યું હતું
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા શ્રી પ્રતાપ હાઇસ્કુલ ખાતે સામાજિક આગેવાન સ્વ.સર્વદમનસિંહ વાઘેલાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં વાંસદા પોલીસના સહયોગથી શુશ્રુશા બ્લડ બેંક નવસારી દ્વારા કેમ્પનું આયોજન કરાયો હતો . પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન મહાદાન કેમ્પ માં JCI વાંસદા, દંડકવન આશ્રમ ,શ્રી સ્વામીનારાયણ મંદિર વાંસદા , તિલક ગ્રુપ વાંસદા ક્રિકેટ ક્લબ તથા યુવા રાજપૂત સમાજના સહયોગ વિશેષ રહ્યો હતો. આ કેમ્પ ૭૫મી વારના રક્તદાન કરનાર ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો.
કેમ્પમાં મોટી સંખ્યા રક્તદાતાઓ હાજર રહી ૮૩ બોટલ રક્ત દાન કર્યું હતું કેમ્પમાં વાંસદા સિનિયરપી.એસ.આઇ.જે.વી.ચાવડા ,પરાક્રમસિંહ સોલંકી , રાકેશ શર્મા ,નટુભાઈ પાંચાલ , શિવેન્દ્રસિંહ સોલંકી, પદમીની બા , હર્ષવર્ધનસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ કેમ્પ માટે યશપાલસિંહ સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.

