ધરમપુર: આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષી વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અંતર્ગત ભારતીય જનતા પાર્ટી નાં જિલ્લા યુવા મોર્ચાનાં મહામંત્રી મયંક ભાઈ પટેલ તેમજ પ્રભાકર યાદવ ની વિશેષ ઉપસ્થિતિમાં વિધાન સભા કારોબારી બેઠક ધરમપુર ખાતે યોજવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠક યુવા માર્ગદર્શક ડૉ. હેમંત પટેલ સાંઇનાથ હોસ્પિટલ ધરમપુર પ્રેરણાત્મક ઉદ્બોધન કરી યુવાનો ને ભારતીય જનતા પાર્ટી નો વ્યાપ વધારવા બાબત નું માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા યુવા ઉપપ્રમુખ વિવેક પટેલ યુવા શહેર પ્રમુખ અક્ષય ચૌધરી યુવા તાલુકા પ્રમુખ નિખિલ ભંડારી મહામંત્રી અક્ષય પટેલ યુવામહામંત્રી સ્વપ્નિલ તેમજ યુવા મોરચા ના વલસાડ તાલુકા મહામંત્રી હિરેન પટેલ યુવા મોરચાના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા
આ કારોબારી અને લોકસભાના મુખ્ય એજન્ડા સાથ યોજાયેલી બેઠકમાં આવનાર લોકસભાના વલસાડ ડાંગ ઉમેદવારને પાંચ લાખ થી વધુ લીડ થી જીતાડી એક કમળનું ફૂલ મોદી સાહેબને આપવાનું પ્રણ યુવા મોરચા દ્વારા લેવામાં આવ્યું હતું.

