ચીખલી: એક દિવસ પહેલા જે ચીખલી એસ.ટી ડેપોમાં સ્લેબ તૂટવાની ઘટના બનતા જે 6 મજુરો ગંભીર ઇજા થવા પામી હતી જેમાં કોન્ટ્રાક્ટર ઉપર 42 કેસ આ જ સાઈટ ઉપર વિવિધ પાસાઓને લઇ કરવામાં આવ્યા તેની બેદરકારીથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના થઈ હતી.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ચીખલી બસ ડેપોનું બાંધકામ ચાલુ કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ 24 કેસ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન એક્ટ 1996 હેઠળ સલામતી શ્રમિકોની સુરક્ષા સંસાધનો વગેરે જેવી બાબતો અંગે દાખલ કરાયા હતા. જેનો ચુકાદો 9 સપ્ટેમ્બર 2023ના રોજ લેબર કોર્ટ દ્વારા અપાયો હતો. તે ઉપરાંત 16 જેટલા કેસ હાજરી પત્રક, પગાર સ્લીપ, પ્રાથમિક સુવિધા, ટોયલેટ બાથરૂમ વીથ બાબતોના નોંધાયેલ છે તથા અન્ય બે કેસ મળી કુલ 42 જેટલા કેસ દાખલ થયા છે ત્યારે આટલા સંકેતાત્મક કહી શકાય તેવા કેસ બન્યા હોવા છતાં ઈજારદારો દ્વારા જરૂરી સુરક્ષા નિયમોની તથા ગુણવત્તાના નિયમનો સાથે ચેડા થયા હોય તેમ આ પ્રકારની દુર્ઘટના બની હોવાનું નવસારી સેફ્ટી ઇન્સ્પેકટર એચ.પી.રાઉતે માહિતી આપી છે. ટૂંક સમયમાં જ કોન્ટ્રકટર સામે વધુ ગુનો નોંધાય તેવી પૂરી શક્યતા છે.

ચીખલી તાલુકાની ઘટનાને લઈને કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં મળ્યા હતા અને તેમના હાલચાલ વિષે માહિતી મેળવી હતી અને તેમણે મીડિયાને જણાવ્યું કે આ ઘટનાને લઈને તેઓ ચીખલી પ્રાંત અધિકારીને વિજિલન્સની તપાસ અંગે માંગ કરશે અને આ દુર્ઘટનાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય પગલા ફરિયાદ આપશે.