જલાલપોર: સગાઈ થઈ ગઈ છે તો લગ્ન તો થશે જ, તેવું માની યુવતીએ પોતાનું સર્વસ્વ થનાર પતિને સોંપી લગ્નજીવનના સપનાંમાં રાચતી યુવતી સપના ત્યારે તૂટ્યા જયારે લગ્નના દિવસે યુવક પરણવા જ ન આવ્યો. આ કિસ્સો જલાલપોર તાલુકામાંથી પ્રકાશમાં આવ્યો છે.
Decision news ને મળેલી માહિતી મુજબ જલાલપોરની 23 વર્ષીય યુવતી જે CAનો અભ્યાસ કરે છે. તેની મુલાકાત સુરતમાં CAની ઓફિસમાં નોકરી કરતા એક 27 વર્ષના યુવક સાથે થઈ હતી. બંનેની મુલાકાત બાદ પ્રેમસંબંધ બંધાયો. પછી બંનેના પરિવારની સહમતીથી 23 જાન્યુઆરી 2023ના રોજ સગાઈ કરી લીધી. સગાઈ બાદ યુવકે નવસારીમાં આવેલા તેમના મકાન પર અવારનવાર તેની મંગેતરને લાવી શરીર સંબંધ બાંધ્યા હતા. સગાઈના એક વર્ષ બાદ 4 ફેબ્રુઆરી 2024ના લગ્ન નક્કી કરવામાં આવ્યા પણ લગ્નના દિવસે જ વરરાજો ગાયબ થઇ ગયો હતો અને યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.
આ ઘટનામાં લગ્નની લાલચ આપી યુવકે સગાઈ બાદ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનાને લઈને યુવતીએ પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ભાગેડુ પ્રેમી યુવકની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના નવસારી જલાલપોર તાલુકાની છે.











