સેલવાસ: 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં શહીદ થયેલા ભારતીય સુરક્ષા દળના જવાનો અને શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દાદરા નગર હવેલીના ભારતીય સંસ્કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમ આમલી ચાર રસ્તા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મનોજ રોહિલા અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભારતીય સંસ્કૃતિ યુવા મંચની ટીમને બોલાવીને યુવાનોને દેશભક્તિ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરૂષો, યુવાનો અને નાના બાળકોએ પુલવામામાં શહીદ થયેલા ભારતીય સુરક્ષા દળના જવાનો અને શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ભારતીય સંસ્કૃતિ યુવા મંચ છેલ્લા ઘણા વર્ષોથી સતત કે સંસ્થા રાજ્ય ધર્મ માટે કામ કરી રહી છે. અને દાદરા નગર હવેલી અને આજુબાજુના વિસ્તારોમાં જાહેર કાર્યો કરતી હોય છે અને આ વિસ્તારોના યુવાનોમાં દેશભક્તિની પ્રેરણા પૂરી પાડે છે.