વાંસદા: વર્તમાન સમયમાં મનપુર હાઈસ્કૂલના બાળકોએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમશે ગુજરાત જીતશે ગુજરાત ના હેતુ થી શરૂ કરેલ ખેલ મહાકુંભ 2.0 માં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં ચારોતરફથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમશે ગુજરાત જીતશે ગુજરાત ના હેતુ થી શરૂ કરેલ ખેલ મહાકુંભ 2.0 માં પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળાના બાળકોએ તાલુકાની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરી આગળ જિલ્લા માં પણ અંડર 17 માં 1500 મીટર દોડમાં કપિલા પ્રથમ ,800 મીટર દોડ માં ડિમ્પલ પ્રથમ,100 મીટર માં કપિલા ત્રીજા ક્રમે રહી ડંકો વગાડ્યો છે.

શાળા ના આચાર્ય રમણભાઈ થોરાતે બાળકોને અભિનંદન આપી આવી સહ અભ્યાસિક પ્રવૃતિઓ થકી બાળકોના વ્યક્તિત્વ અને નૈતિક વિકાસને ખીલવવા શાળાના તમામ સ્ટાફ દ્વારા જે ટીમ વર્ક સાથે કામગીરી કરવામાં આવે છે તેને બિરદાવી સતત બાળકો સાથે જોડાઇ તૈયારી કરાવનાર શિક્ષકો શ્રી અખતરભાઈ, એસ.એન.પી.એ.જે.એસ ને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યમાં આજ રીતે શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું નામ રોશન કરવા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.