સુબીર: માં ને પિતા દ્વારા અપશબ્દો કહેતા એક દિવસ પહેલાં ડાંગના સુબીર તાલુકામાં આવેલ વાહુટીયા ગામમાં એક પુત્ર દ્વારા પોતાના જ પિતાની વાસના લાકડા વડે માથાના ભાગમાં ફટકા મારી હત્યા કરી નાખવાની ઘટના સામે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ બનાવની જાણ ગામના સરપંચને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પિતા દ્વારા માતાને અપશબ્દો કહેતા પુત્ર સાંભળી ન શક્યો અને વાસના લાકડા વડે માથાના ભાગમાં ફટકા મારતા પિતા ઘટના સ્થળ પર જ પડી ગયા હતા અને ત્યાં જ મૃત્યુ પામ્યા હતા.
સ્થાનિક યુવાન જણાવે છે કે સુબીર તાલુકાના વાહુટીયા ગામે કોકની ફળિયામાં રહેતા બુધ્યાભાઈ શિવરામભાઈ પવાર સવારે તેની પત્ની ગુંતિબેન સાથે પશુઓને ઘાસચારો લાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતનું પુત્રને લાગી આવતા રાત્રિ દરમિયાન પુત્રએ પિતાને જણાવ્યું હતું કે તે મારી મમ્મીને કેમ માર્યું છે, હું તને નહીં છોડુ કહી વાસના લાકડા વડે માથામાં ફટકા મારતા તેનું જગ્યા પર જ મૃત્યુ થયું હતું.