નર્મદા: જિલ્લામાં પાંચ તાલુકા વચ્ચે રમત ઉત્સવ યોજાયો હતો જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા તિલકવાળા ગડેશ્વર નાંદોદ ના યુવાનો અને શાળા કોલેજ ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં કબડ્ડી રમતમાં ડેડીયાપાડા તાલુકાની મંડાળા ગ્રામ્ય ટીમ અને નાંદોદ ટીમ રાજપીપળા સામે કબડ્ડી રમત રમાતા મંડાળા ગ્રામ્ય ટીમના ત્રણ પ્લેયર્સ આઉટ નહીં હોવા છતાં આઉટ કરવાની ઘટના સામે આવી છે.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી માહિતી મુજબ ખેલ મહાકુંભની રમતમાં નિયમોના ધજાગરા ઉડાવતા રેફરીઓને જ્યારે વાત કરવામાં આવી કે ખેલાડીઓ સાથે અન્યાય ન કરો.. તો તેમનો જવાબ હતો તમારા થી થાય તે કરી લ્યો.. બોલો.. ડેડીયાપાડા મંડાળા ગ્રામ્ય ટીમ વતી નિયમ રુલ્સ રેગ્યુલેશનની અપીલ કરવામાં આવી હતી ત્યારે ત્યાંના રેફરીઓ દ્વારા રમતવીરોને સાચો નિર્ણય ના આપતા આદિવાસી રમતવીરોનું મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને કુશળ આદિવાસી યુવાનો ટેલેન્ટ બતાવી રમતોમાં સારુ પ્રદર્શન કરી રહ્યા છે અને નર્મદા જિલ્લાનું નામ રોશન કરવાની ભાવનાસાથે યુવાનો પોતાનો સમય અને ફ્યુચર દાવ પર લગાવી રમતગમત માં ખૂબ મહેનત તૈયારી કરીને જ્યારે જિલ્લા સ્તરે જઈને યુવાનો સાથે ચીટીંગ થાય છે અને તેમનું કોઈ સાંભળવામાં તૈયાર નથી.
આદિવાસી યુવા રમતવીરો સાથે રીતે આમ ખુલ્લેઆમ અન્યાય કરવામાં આવી રહ્યો છે. રેફરીઓ દ્વારા મનમાની ખેલ મહાકુંભ જેવા રમત ઉત્સવોમાં પણ થતી હોય તો પછી બીજું કહેવાનું જ શું ? શું જિલ્લાના રમત ગમત વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારી આ પ્રશ્ન ગંભીરતાથી નોંધ લેશે કે પછી આદિવાસી કુશળ ખેલાડીઓના મનોબળ તોડશે એ જોવાનું રહ્યું.