ચીખલી: ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશ શ્રીમતી સુનીતા અગ્રવાલના મુખ્ય ન્યાયાધીશના હસ્તે અને માનનીય શ્રીમતી કે.ડી. દવેની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લાના પ્રિન્સિપાલ સેશન જજના વરદ હસ્તે, ચીખલી ખાતે નવનિર્મિત કોર્ટના બિલ્ડીંગનો વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટના નામદાર ચીફ જસ્ટિસશ્રીમતી સુનીતા અગ્રવાલે જણાવ્યુ હતુ કે, કોર્ટનુ ભારણ ઓછુ થાય તે રીતે કાર્યવાહી કરી કેસોમા સમાધાન થાય તે જરૂરી છે. તેમને વકીલોને પણ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. અધ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ ચીખલી કોર્ટ બિલ્ડીગ – કોર્ટ રૂમ, જિલ્લા ન્યાયધીશ, અધિક તેમજ સિવિલ ન્યાયાધીશની કોર્ટ, ચેમ્બર, બાર રૂમ, ઇન્કવાયરી રૂમ, કોન્ફરન્સ હોલ, રજીસ્ટ્રાર અને વહીવટી બ્રાન્ચ વગેરે સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે.

આ પ્રસંગે ચીખલીના પ્રિન્સિપલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી વી.જે.ચૌહાણ અને શ્રી વી.ડી.વ્યાસ સાહેબ તથા ચીખલી બાર એસોસીએસનના પ્રમુખશ્રી ચેતન ડી.દેસાઈ તેમજ મોટી સંખ્યામા ચીખલીના વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.