વાંસદા: આજરોજ વાંસદા અને આહવા તાલુકામાં ચેતના સંસ્થાના “આરોગ્ય” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે ” આરોગ્ય ” કાર્યક્રમ દ્વારા વાંસદાના ૧૦ ગામો અંકલાછ, ઘોડમાળ, પીપલખેડ, ચોંઢા, મોટી વાલઝર, કણધા, ખાનપુર, ઉનાઈ, મોળઆંબા અને લીમઝર ગામોની પ્રાથમિક શાળામાં અને આહવાના ૬ ગામો બોરખલ, ટેમરૂનઘર્તા, ગાયખાસન, ટાંકલીપાડા, વિહિરઆંબા અને ઉમરપાડા ગામોના કિશોર કિશોરી સાથે બોરખલ અને ટાંકલીપાડા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી.
સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અને કેટલાક પ્રસંગો અને સ્વામી વિવેકાનંદના વિચારો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆત કરી સ્વામી વિવેકાનંદના વિચારો પ્રમાણે વિદ્યાર્થીઓમાં રહેલી કુશળતા અને પોતાના જીવનમાં આત્મવિશ્વાસ સાથે પોતના ધ્યેયને સિદ્ધ કરી શકે તેમજ પોતાના જીવનમાં પોષણ અંગે જાગૃત થાય, ઊઠો, જગો અને તમારી પાસે રહેલી શક્તિનો અહેસાસ કરો. અંગે આરોગ્ય ટીમ અને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવી હતી.
સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતીના ભાગરૂપે પ્રા.શાળામાં ધોરણ 6,7 અને 8 તેમજ માધ્યમિક શાળામાં 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓ સાથે આજનો યુવાન કેવો હોવો જોઈએ ? સ્વામી વિવેકાનંદના વિચાર પ્રમાણે વિષય ઉપર નિબંધ અને વકૃત્વ સ્પર્ધા તેમજ મારા સ્વપ્નનું ગામ, મારા સ્વપ્નની શાળા અને મારા સ્વપ્નનો દેશ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. આ સ્પર્ધાનું મૂલયાંકન કરી વિદ્યાર્થીઓને એક, બે અને ત્રણ નંબર આપી પ્રોત્સાહિત ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર, ગામના આગેવાનો, આરોગ્ય વિભાગમાંથી, આઈ.સી. ડી.એસ. વિભાગમાંથી આમ કુલ 1362 લોકો સહભાગી બન્યા હતા. તેમજ ચિત્ર સ્પર્ધામાં 278, નિબંધ સ્પર્ધામાં 115 અને વકૃતવ સ્પર્ધામાં 76 વિદ્યાર્થીઓ અને આહવામાં કુલ 1362 લોકો સહભાગી બન્યા હતા. તેમજ ચિત્ર સ્પર્ધામાં 278, નિબંધ સ્પર્ધામાં 115 અને વકૃતવ સ્પર્ધામાં ૭૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આમ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

