રાજપીપળા: ગતરોજ રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જામીન મળ્યાને લઈને ડેડીયાપાડા અને તેમના લાખો ચાલકોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો પણ ચૈતર વસાવાને કેટલીક શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે એવું બહુ ઓછા લોકોને જાણ હશે.

આવો જાણીએ શું છે આ શરતો..

Decision News ને મેળવેલી માહિતી મુજબ જામીન અરજી માટે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં સુનાવણી 20 મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે ચૈતર વસાવાના એક લાખરૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટે જામીન આપતી વખતે શરતો મુકી છે કે..

1 કેસનો ટ્રાયલ પુરો ન થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ જિલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહિ.

2 ટ્રાયલ પૂર્ણ થાય ત્યાંસુધી નર્મદા તથા ભરૂચસિવાયના જે સરનામે રહેશે એસરનામાની વિગતો અનેમોબાઇલ નંબર ચૈતર વસાવાનેરજૂ કરવાનાં રહેશે.

3 ટ્રાયલ પૂર્ણ નથાય ત્યાં સુધી ચૈતર વસાવાએકોર્ટેની પરવાનગી સિવાયગુજરાત રાજ્યની હદ છોડવાનીરહેશે નહિ.

4 જ્યાં સુધી ચાર્જશીટન થાય ત્યાં સુધી દર મહિનાની 1 તારીખે ચૈતર વસાવાએસવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વોટસએપ કે અન્ય માધ્યમથી પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવવાની રહેશે.

આ સિવાય પણ અન્ય 9 શરતો બીજી છે. કોર્ટે 13 જેટલી શરતો મૂકી આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપ્યા છે જો આ શરતોનો ભંગ થશે તો કોર્ટ જામીન રદ કરી દેશે અને ધારાસભ્ય ચૈતર વસાવાને ફરી જેલમાં જવું પડી શકે છે.